Washington,તા.02
અમેરિકામાં નવા વર્ષના દિનેજ ન્યુ ઓર્લીયંસમાં થયેલા હુમલામાં જબ્બર એકલો જ નહી પણ એક મોટુ નેટવર્ક હોવાનો ધડાકો અમેરિકી તપાસ એજન્સી એફબીઆઈએ કર્યો હતો. ન્યુ ઓર્લીયંસમાં જબ્બરે નવા વર્ષની ભીડ પર પોતાનો ટ્રક ચડાવીને જે રીતે અંધાધુંધી સર્જી અને ગોળીબાર કર્યો તેમાં 15 લોકો માર્યા ગયા હતા.
તેની તપાસ કરી રહેલી અમેરિકી એજન્સીએ દાવો કર્યો કે, આ કોઈ એક વ્યક્તિનો ત્રાસવાદી હુમલો નથી પણ નેટવર્ક છે. એફબીઆઈએ હવે તેની તપાસ અમેરિકા ભરમાં ફેલાવી છે. જબ્બાર જે ગાડીનો ઉપયોગ કરતો હતો તેના પર આઈએસઆઈએસનો ઝંડો પણ રાખતો હતો.
તે ટેકસાસમાંજ જન્મેલો છે તેણે હુમલાના એક કલાક પુર્વે જ પોતાના સોશ્યલ મીડીયામાં તે ખુદ આઈએસઆઈએસથી પ્રેરીત હોવાની પોષ્ટ મુકી હતી અને તે હત્યા કરવા માંગતો હતો તેવુ પણ લખ્યુ હતું.
તેણે જે ટ્રકનો ઉપયોગ કર્યો તે ફોર્ડ પીકઅપ ટ્રક હતો અને ભાડે લીધો હતો. તા.30ના રોજ તેણે રેન્ટીગ સર્વિસ પાસેથી આ ટ્રક મેળવ્યો હતો અને તે હ્યુસ્ટનમાં રહેતો હતો અને ભારે ટ્રક લઈને ન્યુ ઓર્લીયંસ પહોંચ્યો હતો.
એફબીઆઈ માને છે કે જબ્બર એકલોજ કામ કરતો નથી પણ તેની સાથે આ પ્રકારે ત્રાસવાદી હુમલામાં અન્ય લોકો પણ જોડાઈ હોઈ શકે છે તેને મદદગાર કોણ અને કઈ રીતે મદદ કરી હશે તે હવે તપાસનું કેન્દ્ર બન્યુ છે.
જો કે આ હુમલાની જવાબદારી હજુ આઈએસઆઈએસ કે અન્ય ત્રાસવાદી સંગઠને સ્વીકારી નથી. આ હુમલાના સ્થળેથી પોલીસે ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલ ઓટોમેટીક હથિયાર અને અત્યંત શક્તિશાળી વિસ્ફોટક સાધન પણ હાથ કર્યા છે જે બાદમાં લેબ પરિક્ષણમાં મોકલાયા છે. એફબીસીઆઈ માને છે કે જબ્બરનો કોઈ સાથી પણ ત્યાં મોજૂદ હોય તે શકય છે. જેણે આ પ્રકારના વિસ્ફોટકો પણ ગોઠવવામાં મદદ કરી હોઈ શકે છે.
પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફુટેજ મેળવીને જબ્બરની ટ્રકો ભાડે કરવાથી હુમલા સુધીની કડી બનાવવાની કામગીરી હાથ ધરી છે તથા લોકો નવા વર્ષની રોશની આતશબાજી નિહાળી રહ્યા હતા તે સમયે જ જબ્બરે તેનો ટ્રક ટોળા પર દોડાવીને શકય તેટલા વધુને કચડવા પ્રયાસ કર્યો હતો.
ટ્રક પર તે આઈએસઆઈએસનો કાળો ઝંડો ફરકાવતો નિકળ્યો હતો તે તેણે ટ્રકના પાછળના બમ્પરમાં ખાસ ફીટ કર્યો હતો. આમ તે ઈરાદા સાથે જ હુમલામાં જોડાયો હતો.

