Morbi,તા.02
રાતીદેવલી ગામે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે ૧૦,૭૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાતીદેવડી ગામે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં ગામની સીમમાં ખરાવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ બાબુભાઈ દંતેસરીયા, મહેશ રવજી સનોરા, ખીમજી ભવાન વોરા, મેઘા વિરમભાઇ મુંધવા, જગદીશ નરશીભાઈ જાદવ અને રણછોડ બાબુભાઈ દંતેસરીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે