Una, તા. 3
ઊનાનાં સનખડા ગામે બીજાં રાઉન્ડ નું ડીમોલેશન શરૂ થતાં ગૌચરની જમીનમાં વર્ષો થી વાવી દીધેલાં આંબા, નાળિયેર, કેળાનાં બગીચા ઉપર તંત્ર એ બુલડોજર ફેરવીને અંદાજીત 10 કરોડની 1,24,800 મીટર જમીન ખુલ્લી કરાવી નાખતા ગાયોનું ચરણીયાણુ દબાવીને બેઠેલાં લોકો માં ખળભળાટ મચી ગયો છે
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા ગૌચરની જમીન દબાણો હટાવવાની પ્રકિયા શરૂ કરતાં ઊના તાલુકાના ગ્રામિણ ક્ષેત્રોમાં વર્ષો થી સરકારી પડતર જમીન તેમજ ગૌચરની જમીનમાં આંબાવાડી તેમજ નાળિયેર, કેળાં જેવાં વૃક્ષો નાં બગીચા બનાવી લાખો રૂપિયા ની વાર્ષિક આવક મેળવતાં કહેવાતાં ખેડૂતો સામે કાર્યવાહી કરવા ગ્રામપંચાયત દ્વારા જીલ્લા તાલુકા પંચાયતનાં અધિકારીને રજુઆત કરતાં અને કાનુની પ્રકિયા પુણ કરી પોલીસ બંદોબસ્ત સાથે ગૌચર અને સરકારી જમીન ખુલ્લી કરાવવાં તંત્ર દ્વારા ઝુંબેશ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહીં છે
અગાઉ સનખડા ગામે 800 વિધા થી વધું ગૌચરની જમીનમાં મોટાપાયે દબાણો કરી લેવાયું હોવાની રજુઆત બાદ પ્રથમ રાઉન્ડમાં તંત્ર દ્વારા 450 વિધા જમીન ખુલ્લી કરાયેલ હતી ત્યાર બાદ બીજાં રાઉન્ડમાં બાકી રહેલી જમીન દબાણો હટાવવા માંગણી ગ્રામપંચાયત દ્વારા કરાતાં જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બંદોબસ્ત ફાળવણી કરતાં ઊના તાલુકા પંચાયત નાં વિકાસ અધિકારી તેમજ એ.ટી.પી.ઓ. દિપેન ગૌસ્વામી,એન ડી અગ્રવાત તલાટી મંત્રી નગાભાઈ, ધીરૂભાઇ, ભાવસિગ ભાઈ સહિત નો મોટો કાફલો જે સી બી, ટ્રેકટરો સાથે સનખડા ગામે વહેલી સવારે પહોંચ્યો હતો
ગ્રામપંચાયત નાં સરપંચ સભ્ય અને આગેવાનો ને સાથે રાખી ગૌચરની જમીનમાં મોટાપાયે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી અને મોડી સાંજ સુધી સરકારી પડતર જમીન માં બનેલી ગેરકાયદેસર દુકાનો તેમજ ઓટલા અને ગૌચરની જમીનમાં બાગ બગીચા બનાવી નાળિયેર, કેળાં, આંબા નાં વૃક્ષો અને ઘઉ જીરૂં મરચાં જેવાં ખરીફ પાક નું વાવેતર કરેલ હોય તેનાં પર બુલડોજર ફેરવીને જમીન કોઈ પણ વાદ વિવાદ થયાં વગર શાંતિ પુર્વક રીતે ખુલ્લી કરાવી હતી કુલ ગૌચરની 78 વિધા જમીન 1,24,800 મીટર જેનો બજાર ભાવ અંદાજીત 10 કરોડ રૂપિયા ની ખુલ્લી કરાવી હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું હતું.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ ડીમોલેશનની પ્રકિયા દરમ્યાન હજું પણ 300થી વધું વિધા ગૌચરની જમીન પર દબાણો હોવાથી બે દિવસમાં આ દબાણો હટાવવાની કામગીરી શરૂ રહેશે સનખડા ગામનું સંપૂર્ણ રીતે ગૌચર ખુલ્લું કરાવી જમીનનો કબ્જો ગ્રામપંચાયતનાં હવાલે કરી દેવામાં આવશે અને ત્યાં પશુપાલકો, માલધારીને ગામનાં મુંગા પશુને ચરણીયાણુ કરાવવાં છુટ અપાશે તેમજ હવે પછી કોઈ પ્રકારે દબાણો નહીં થવા દેવા પંચાયતને તાકીદ કરવામાં આવશે તેવું અધિકારી દ્વારા જણાવાયું હતું.