Morbi,તા.03
વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રેડ કરી ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ ચોરી કરતા ૬ વાહનો જપ્ત કરી અંદાજે ૨ કરોડની કિમતનો મુદામાલ જપ્ત કબજે લીધો છે
મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમો ખનીજચોરીની ફરિયાદી અન્વયે આકસ્મિક તપાસ (રેડ) ની કામગીરી કરતી હોય જેમાં આજે ખાનગી વાહનમાં વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આકસ્મિક તપાસ કરવામાં આવી હતી જ્યાં સ્થળ પરથી સાદી રેતી ખનીજ અને સિલિકા સેન્ડ ખનીજનું બિનઅધિકૃત વહન કરી ખનીજચોરીનો પર્દાફાશ થયો હતો જેથી ખનીજ વિભાગની ટીમે વાહન ડમ્પર નં. જીજે-૦૩-બીઝેડ-૧૯૯૧ ના માલીક ચંદ્રસિંહ ભગવતસિંહ રાઠોડ રહે.રાજકોટ, જીજે-૦૩-બીવી-૭૧૯૯ ના માલીક ધાંધલ રાજુભાઈ સુરીંગભાઈ રહે. સુરેન્દ્રનગર, જીજે-૧૩-એડબલ્યુ-૯૯૬૭ ના માલીક ભાવેશભાઈ ધનજીભાઈ સોલંકી, જીજે-૧૩-એડબલ્યુ-૯૯૨૧ ના માલીક દેવાભાઈ સુરાભાઈ ખંભાળીયા રહે. રાજકોટ, જીજે-૧૩-એક્ષ-૭૩૫૧ ના માલીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ રહે. સુરેન્દ્રનગર અને જીજે-૦૩-બીઝેડ-૮૩૩૧ ના માલીક પટેલ કન્સલ્ટન્ટ, રહે. રાજકોટ વાળાના છ વાહનો સહીત કુલ ૨ કરોડનો મુદામાલ સીઝ કરી સંતકૃપા સ્ટોન ક્રશર ભલગામ ખાતે રાખવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે