ઘણાં ઓછાને ખબર હશે કે ગાયિકા શિલ્પા રાવનું સાચું નામ અપેક્ષા રાવ છે, પણ તેણે સંગીત ક્ષેત્રે અનન્ય લોકપ્રિયતા અને ચાહના મેળવી છે. જમશેદપુરમાં જન્મેલી આ ગાયિકાએ કારકિર્દીના પ્રારંભમાં ઝિંગલ-સિંગર તરીકે પણ ચાહના મેળવી છે. તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અપ્લાઈડ સ્ટેટિસ્ટિક્સમાં સ્નાતક થઈ સંગીતકાર મિથુનસાથે ૨૦૦૭માં ‘અનવર’ માં ‘તૌસે નૈના લાગે….’ ગીત રેકોર્ડ કરી બોલીવૂડમાં પદાર્પણ કર્યું અને એ પછી તો તેણે પાછી વળીને જોયું જ નથી. આ ગીત તો વર્ષે લોકપ્રિય થનારા ગીતોમાં એક હતું. આ પછી તો ‘વો અજનબી…’ (ધ ટ્રેન) ‘બચના યે હસીના’ માં ‘ખુદા જાને….’ જેવા ગીતોમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન પણ મેળવ્યું.
શિલ્પા રાવ મીડિયા અને લોકોમાં તેના ગીતોેને નવી સ્ટાઈલમાં ગાવા અને જુદી જુદી શૈલીના ગીતો ગાવામાં લોકપ્રિય છે, એવી ઓળખ ધરાવે છે, પણ તેના સાચા પ્રેરણાસ્ત્રોત તો તેના પિતા જ છે. તેઓ અનેક ચેરિટેબલ ઓર્ગેનાઈઝેશનો સાથે સંકળાયેલા પણ છે. અહીં શિલ્પા રાવે ઈન્ડી-મ્યુઝિક અનેકલાકાર તરીકે તેના થયેલા વિકાસનું રસપ્રદ વાતો કરી છે. આમાં ઈન્ડી-મ્યુઝિકને વધતા જતા પ્રભાવની વાત પણ આવી જાય છે, જે આપણને એક નવી દિશા ભણી દોરી જાય છે. તો ચાલો, શિલ્પા રાવ સાથે વાતો કરીએ….
ઈન્ડી મ્યુઝિક તો એ બધાનું પ્રતિનિધિત્વ કરે છે, જે બધુ આપણામાં છે, એમ કહી શિલ્પા રાવ વધુમાં જણાવે છે, ‘એ અત્યંત શક્તિશાળી છે. પ્રભાવશાળી છે. એ માત્ર પોપ જ નથી, મ્યુઝિક વીડિયો પણ નથી. તમે વિભિન્ન શૈલીની વાતો કરો છો, જે ભારતમાંથી આવી છે. આ ગીતની શૈલી આપણને અનેક રીતે પ્રતિનિધિત્વ બક્ષે છે. તે ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે. અરે, મને એવુ ંલાગે છે કે જો આખી દુનિયામાંથી સંગીત આવી રહ્યું છે તો તે જ તીવ્રતા માત્ર ભારતમાંથી જ આવી રહી છે. આનું કારણ પણ એ છે કે આપણા પાસે ઘણું બધું છે. તેથી મને લાગે છે કે આ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે અને તે વધુ સારું થવાનું છે. અમે ભીડ સાથે ભળવા માટે સ્ટેજ પર આવ્યા છીએ. કોન્સર્ટ વેળા સાથે ભીડ સાથે ભળવાનું અત્યંત મહત્ત્વનું છે. નહીંતર , તેઓ ફક્ત તેમના ઘરમાં આરામથી બેસી શકે છે. અને અમને તેમના ટીવી અથવા મોબાઈલ ફોનમાં જોઈ શકે છે. અમે સ્ટેજ પર જઈએ છીએ કેમ કે તે એક યુનિટ છે. આપણે અને પ્રેક્ષકો એક યુનિટ સમાન છીએ. આપણી વચ્ચે કોઈ અવરોધ ન હોવો જોઈએ. અમે પણ તેમની સાથે જોડાણ ઈચ્છીએ છીએ. એ માટે અમેસઘન તૈયારીમાંથી સુદ્ધા પસાર થઈએ છીએ. ઘણા બધા ફોન કોલ્સ, મિટિંગ્સ, ઝૂમ કોલ્સ, બેન્ડ રિહર્સલ , લાઈટ રિહર્સલ, આઉટફિટ ટ્રાયલ્સ અને બીજું ઘણું બધું કરીએ છીએ. આ કામગીરી અનંત છે.
આ સાથે શિલ્પા રાવ એમ પણ કહે છે કે એક કલાકાર તરીકે મને લાગે છે કે હું હજુય વિકાસ સાધી રહી છું. મને હમેશાં એ સમજ છે કે વૃદ્ધિને માપી શકાતી નથી. તમે કેટલું તરી શકો છો. તે જાતે જ શોધી લેવું વધુ સારું છે. આપણે દરેક સ્ટેજ કોન્સર્ટમાંથી શીખતા રહીએ છીએ કે ખરેખર શું કરવું જોઈએ, કેવું કરવું જોઈએ આપણે બધાને શું કરી શકીએ છીએ અને તેને વધુ સારી રીતે કેવી રીતે કરી શકાય. તેની જાણકારી પણ લોકોને આપવી જોઈએ. આપણે એ પણ ખુલ્લા મને વિચારવું જોઈએ. આપણે શું કરી શકીએ. – આ માટે ચર્ચા જરૂરી છે. હું તો વિચારું છું કે આ તો ખૂબ જ સારી ઓપન ફોરમ છે. દર્શકો સાથે કઈ રીતે સારી રીતે અનુભવ શેર કરી શકાય એની મારી પાસે આખી ટીમ છે. હું તો માનું છું કે આ અંગે ઘણું વિચારી શકાય છે.
સફળતાની ફોર્મ્યુલા સરળ નથી તમે ચોક્કસ બિંદુ પર હો ત્યારે જ તમારે એ અંગે વિચારણા કરવી જોઈએ, એવું હું દ્રઢપણે માનું છું. તમારે આ અંગે વધુ પડતી વિચારણા કરવાની જરૂર નથીકે તેનુ ંઉત્પાદન કેવું હશે? હીટ હશે કે ફ્લોપ. જ્યારે તમે ત્યાં હો ત્યારે તમે પુલ પાર કરો છો. જ્યારે હું માઈક પર હોઉં છું ત્યારે હું વિચારવાનું બંધ કરું છું અને મારી વૃત્તિ જે કહે છે તે જ પ્રમાણે આગળ વધુ છું. કારણ કે તમે ટેક્નિકના સંદર્ભમાં ઘણું બધું હોમવર્ક કરી શકો છો અને નવી વસ્તુ અજમાવી શકો છો. પરંતુ જ્યારે રેકોર્ડિંગની વાત આવે છે ત્યારે મને લાગે છે કે મતે જેટલું ઓછું વિચારો છો તો વધુ સારું છે. મેં સફળતાનું સૂત્ર શોધી કાઢ્યું નથી. અને મને નથી લાગતું કે ખરેખર તે કોઈની પાસે છે. હું આ ઈન્સ્ટન્ટ વર્લ્ડનો મોટો ચાહક નથી. લોકોએ ધીરજના ગુણને સમજવાની જરૂર છે. મને લાગે છે કે એ અર્થમાં સોશિયલ મીડિયા ખરાબ છે કે દેખીતી રીતે જીવન ત્વરિત નથી અને જો તે ત્વરિત છે તો પછી તે તરત જ પસાર થઈ જાય છે. તમારી કોફી ઉકળવાની શરૂઆત કરો જે ઉકળવામાં પોતાનો સમય લે છે. તમે તેમાં ઉતાવળ કરી શકતા નથી. કઢાઈ દાળ બનાવવવામાં અમે પ્રેશર કુકરમાં કઁક પકાવવામાં જે સમય લાગે છે એ બંનેમાં તફાવત હશે અને તે તફાવતને સમજવા માટે પણ તમારે ધીરજ ધરવી જરૂરી હોય છે. જેમ કે એક ખૂબ જ સુંદર અવતરણ છે કે પ્રકૃતિ ઉતાવળ કરતી નથી, પરંતુ તેમ છતાં બધુ થાય છે અને દરેક કાર્ય પૂરું થાય છે. આપણે પણ તે જ વિચાર રાખવાની જરૂર છે. પછી ભલે તે આપણા કુટુંબ, ભાઈબહેન અથવા મિત્રો સાથેના સંબંધ હોય, કોઈપણ માટે તત્કાલિક મુક્તિ નથી. તમારે લડાઈ લડવી પડશે. તમારે એકબીજાને માફ કરવાની જરૂર છે. તમારે એકબીજાના સારા અને ખરાબને સ્વીકારવું પડશે જેમ તેઓ તમારા માટે કરે છે,’ એમ શિલ્પા રાવે ઉમેર્યું હતું.