Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?

    November 17, 2025

    સગા-સબંધી સૌ મતલબના સાચો સાથીદાર પ્રભુ

    November 17, 2025

    18 નવેમ્બર, “નેચરોપથી ડે”

    November 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?
    • સગા-સબંધી સૌ મતલબના સાચો સાથીદાર પ્રભુ
    • 18 નવેમ્બર, “નેચરોપથી ડે”
    • એક ઐતિહાસિક પગલું જે ભારતીય કૃષિના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરશે.
    • તંત્રી લેખ…ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી પગલાં આર્થિક પાયાને નબળો પાડી રહ્યા છે
    • Junagadh: પાટીદાર ઉદ્યોગપતિએ સરકાર પહેલા કરી ખેડૂતોને સહાય
    • ફોરેસ્ટ અધિકારીએ જ કરી હતી પત્ની-પુત્ર-પુત્રીની હત્યા
    • વિદેશમાં નોકરીની લાલચ આપી સાયબર ક્રાઈમ કરાવતી ટોળકી પકડાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»હું આરોગ્યને કુદરતી ધન સંપદા માનું છું:અદિતી Aditi Rao Hydari
    મનોરંજન

    હું આરોગ્યને કુદરતી ધન સંપદા માનું છું:અદિતી Aditi Rao Hydari

    Vikram RavalBy Vikram RavalJanuary 4, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હિન્દી ફિલ્મ જગતના પ્રવાહો બદલાઇ રહ્યા  છે. નવાં અને પ્રતિભાશાળી કલાકારોનો ઉદય થઇ રહ્યો છે. મહત્વનું પરિવર્તન એ થઇ રહ્યું છે કે બોલીવુડનાં  નવાં અને પ્રતિભાશાળી કલાકારો તેમના આરોગ્ય વિશે બહુ બહુ સભાન છે. મોટાભાગનાં અભિનેતા –અભિનેત્રીઓ દરરોજ વહેલી સવારે યોગાસન,પ્રાણાયામ, ઉંડા શ્વાસ લેવા, હળવી કસરત કરવી, સમુદ્ર કિનારા પર દોડવા જવું, આરોગ્યપ્રદ આહાર લેવો, ઋતુ પ્રમાણેનાં ફળ આરોગવાં વગેરેનો નિયમિત ક્રમ રાખે છે. વ્યસનોથી દૂર  રહીને તન–મનની તંદુરસ્તીનો આગ્રહ રાખે છે.

    અદિતી રાવ હૈદરી પોતાની તંદુરસ્તી માટે પૂરતી કાળજી રાખતી પ્રતિભાશાળી અભિનેત્રી છે.

    અદિતી રાવ હૈદરીનાં  માતાપિતા  જૂના હૈદરાબાદના રજવાડી પરિવાર સાથે સંકળાયેલાં હોવાથી  તેના વ્યક્તિત્વમાં પણ રજવાડી છાંટનો અનુભવ થાય છે. એટલે કે અદિતીના જીવનમાં સભ્યતા,વિવેક,નમ્રતા,નિયમિતતા,ગીત–સંગીત, નૃત્ય,  વાંચન વગેરે જેવાં સર્જનશીલ પાસાં જોવા મળે છે. સાથોસાથ પોતાનું આરોગ્ય લીલુંછમ રહે અને તન-મનમાં ચેતનાના ફુવારા ઉડે તે માટે પૂરી સજાગ પણ રહે છે. બોલીવુડ સહિત અન્ય ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કરવો હોય તો  તન–મનથી સક્રિય રહેવું જરૂરી છે એવું ભારપૂર્વક માને છે અને સ્વીકારે પણ છે. 

    હૈદરાબાદમાં જન્મેલી અને ઉછરેલી અદિતી રાવ હૈદરી બહુ મહત્વનો  મુદ્દો  રજૂ કરતાં કહે છે, આપણું માનવ શરીર કુદરતની શ્રેષ્ઠ રચના છે.પ્રકૃતિનાં ઉત્તમ તત્ત્વો આપણા તનમાં પણ હોવાથી તેનું સુપેરે જતન કરવું જરૂરી છે. અને એટલે જ  આપણે સહુએ, એક માનવી તરીકે આપણાં શરીરનો અને મનનો અવાજ સાંભળવો જોઇએ. એમ કહો કે સાંભળતાં આવડવું પણ જોઇએ.  કહેવાનો અર્થ એ છે કે આપણા શરીરને ક્યારે શું અને કેવું જોઇએ છે ? આપણા તનની જરૂરિયાત શું છે તેનો સંકેત સમજવો  જોઇએ. 

    અદિતી એક પ્રસંગ યાદ કરતાં કહે છે, હું એક વખત તમિળ  ફિલ્મોના આલા દરજ્જાના સર્જક મણી રત્નમની એક ફિલ્મનું શૂટિંગ સર્બિયામાં કરતી હતી. તે સમયે સર્બિયામાં ઠંડીનો પારો માઇનસ ૧૬ જેટલો બરફીલો હતો. શૂટિંગનાં સ્થળે ચારે તરફ બરફ જ બરફ છવાયેલો હતો. મેં સાડી,સ્કર્ટ,બેકલેસ(બ્લાઉઝ) પહેર્યાં હતાં. મેં મેક -અપ પણ કર્યો નહાતો.

    સતત શૂટિંગ અને અસહ્ય ટાઢાબોળ માહોલને કારણે મને કડકડતી ભૂખ લાગી.મેં બેઘડી વિચાર્યું કે મારે માખણ(બટર)નો સ્વાદ માણવો જોઇએ. આ તબક્કે મારા શરીરને માખણની જરૂર છે. મેં જોકે બટર ઝાઝું બધું નહીં પણ જરૂરી માત્રામાં જ ખાધું. મારા શરીરની જરૂરિયાત જેટલું. આપણે આપણા શરીરને એટલે કે આંતરડાંને સ્વચ્છ રાખવાં જોઇએ. આંતરડાં જેટલાં ચોખ્ખાં તેટલું શરીર પણ શુદ્ધ. 

    બાળપણથી જ ભરત નાટયમની સઘન તાલીમ પામેલી અદિતી રાવ હૈદરી કહે છે, હું દરરોજ સવારે આદુ, મરી, આમળાંનો  રસ પીઉં છું.  તો ક્યારેક આદુ, દાલચીનીનું   હોટ હોટ મિશ્રણ પણ લઉં છું.  હું મારા દરરોજના આહારમાં જરૂરી માત્રામાં ઘી અને નાળિયેરના તેલનો પણ ઉપયોગ કરું છું. બુલેટ કોફીનો સ્વાદ પણ ખરો.આ બધાં તત્ત્વોથી આપણી ચામડી ચમકીલી અને સુંવાળી રહે છે. સાથોસાથ શરીરમાં રોગપ્રતિકાર શક્તિનો ભંડાર પણ રહે . રોગપ્રતિકાર શક્તિ એટલે કોઇપણ જાતના ચેપી રોગ કે અન્ય કોઇ બીમારીથી બચવાનું અખંડ સુરક્ષાકવચ. કોરોનાની જીવલેણ બીમારી દરમિયાન સમસ્ત માનવજાતને રોગપ્રતિકારક શક્તિ એટલે શું તેનો બરાબર પરિચય થઇ ગયો છે. હું તો આરોગ્યને કુદરતી ધનસંપદા  માનું છું.

    એક ખાસ વાત. એક ફિલ્મ કલાકાર તરીકે મારા ચહેરા પર હાસ્ય રહે.મારાં વાણી-વર્તનમાં ઉજાસ – ઉમંગ રહે તે બહુ બહુ જરૂરી છે. જરા વિચારો, હતાશ અને નિરાશ  ચહેરો ભલા કોને ગમે ? હું તો  ખડખડાટ હસું અને મારાં સાથી કલાકારોને પણ  હસાવું. સેટ પર મજાક-મસ્તી-હળવાં તોફાનનો માહોલ હોય તો શૂટિંગ બોજારૂપ નહીં લાગે. 

    પોતાની અભિનય યાત્રા  તમિળ,મલયાલમ, તેલુગુ ફિલ્મોથી શરૂ કરનારી  અદિતી કહે છે, મારો  અભિનેતા પતિ સિદ્ધાર્થ(અદિતી હૈદરીએ અગાઉ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યાં હોવાના અને  સમય જતાં બંને અલગ થઇ ગયાં  હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા હતા.  અદિતીએ હજી હમણાં જ ૨૦૨૪માં   સિદ્ધાર્થ નામના અભિનેતા સાથે લગ્ન કર્યાં છે) બહુ સારો કૂક એટલે કે રસોયો છે.  શૂટિંગ ન હોય ત્યારે અમારા ઘરે મિત્રો સાથે મિજબાનીનો માહોલ હોય.ખુદ સિદ્ધાર્થ  એકાદ સૂપ, કટલેટ્સ, બાજરાની વાનગી બનાવે અને બધાંને પ્રેમથી જમાડે. 

    મલયાલમ ફિલ્મ–  પ્રજાપતિ — થી અભિનય કારકિર્દી શરૂ કરીને રોકસ્ટાર, મર્ડર, મર્ડર-૩ ,બોસ,  ખુબસુરત, ગુડ્ડુુ રંગીલા,વઝીર,  પદ્માવત,ફીતુર, હીરામંડી વગેરે  ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારી અદિતી રાવ  બહુ મહત્વનો મુદ્દો  રજૂ કરતાં કહે  છે, આપણે સહુ ભલે ગમે તેટલાં આધુનિક  બનીએ, વિકાસ કરીએ, સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં જીવીએ પણ આપણે આપણા  અસ્તિત્વને, આપણા સંસ્કારને,આપણી સાવ સાચુકલી ઓળખને સતત યાદ  રાખવી જોઇએ. 

    Aditi Rao Hydari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Mohanlal’s Drishyam 3 ની વાર્તામાં મોટાપાયે ફેરફારો થશે

    November 17, 2025
    મનોરંજન

    Nandamuri Balakrishna એ હર્ષાલીને પોતાની તરફ ખેંચતાં ચાહકો લાલઘૂમ

    November 17, 2025
    મનોરંજન

    Aditi Rao Hydari ના નામે વ્હોટસ એપ પર સ્કેમથી ચકચાર

    November 17, 2025
    મનોરંજન

    Bengaluru માં ચાલુ કોન્સર્ટમાં ચાહકોએ એકોનની પેન્ટ ખેંચી લીધુ

    November 17, 2025
    મનોરંજન

    હું ઈશ્વરમાં નથી માનતો… Rajamouli ના નાસ્તિકતાનું સમર્થન કરતા નિવેદનથી વિવાદ

    November 17, 2025
    મનોરંજન

    Sanjay Leela Bhansali હીરામંડી ટુની બનાવવાની તૈયારમાં

    November 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?

    November 17, 2025

    સગા-સબંધી સૌ મતલબના સાચો સાથીદાર પ્રભુ

    November 17, 2025

    18 નવેમ્બર, “નેચરોપથી ડે”

    November 17, 2025

    એક ઐતિહાસિક પગલું જે ભારતીય કૃષિના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરશે.

    November 17, 2025

    તંત્રી લેખ…ડોનાલ્ડ ટ્રમ્પના મનસ્વી પગલાં આર્થિક પાયાને નબળો પાડી રહ્યા છે

    November 17, 2025

    Junagadh: પાટીદાર ઉદ્યોગપતિએ સરકાર પહેલા કરી ખેડૂતોને સહાય

    November 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?

    November 17, 2025

    સગા-સબંધી સૌ મતલબના સાચો સાથીદાર પ્રભુ

    November 17, 2025

    18 નવેમ્બર, “નેચરોપથી ડે”

    November 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.