Morbi, તા.4
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા બળદેવ બાબુભાઈ મૂછડિયા (28) નામના યુવાનને ચાર દિવસ પહેલા શ્વાસની બીમારીની સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન ચાલુ સારવારમાં તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકી સારવારમાં
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ચંદુભાઈ નાયકની દોઢ વર્ષની દીકરી રીવા ભૂલથી ઝેરી દવા પી જતાં વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
મારા મારીમાં ઇજા
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા જગાભાઈ પેથાભાઇ રબારી (39) ને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.
બાળક સારવારમાં
માળીયા (મી)ના મેઘપર ગામે રહેતા વિપુલ જોરુભાઈ દેવીપૂજક (10) ને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લઇને આવ્યા હતા.