Mumbai,તા.06
જાહ્નવી કપૂર બિલકૂલ શ્રીદેવી જેવી છે તેવી જુનિયર એનટીઆરની પ્રશંસાને ફિલ્મ સર્જક રામગોપાલ વર્માએ નકારી કાઢી છે. રામગોપાલ વર્માના જણાવ્યા અનુસાર જાહ્નવીમાં શ્રીદેવી જેવી કોઈ ખૂબી નથી અને પોતે જાહ્નવી સાથે કોઈ ફિલ્મ નહિ બનાવે.
રામગોપાલ વર્માએ કહ્યું હતું કે શ્રીદેવી એક એક્ટ્રેસ તરીકે તેને બહુ પસંદ હતી પરંતુ જાહ્નવીમાં એવી કોઈ વાત નથી. તેણે કહ્યું હતું કે ક્યારેક ફિલ્મના સેટ પર શ્રીદેવીની એક્ટિંગ જોઈને પોતે ભૂલી જતો હતો કે પોતે ફિલ્મનો દિગ્દર્શક છે અને એક ચાહક બની જતો હતો.
જોકે, તેણે કહ્યું હતું કે જાહ્નવીની વ્યક્તિગત ક્ષમતા સામે તેને કોઈ સવાલ નથી. પરંતુ, કેટલાક લોકો સાથે ક્યારેય કામ કરવાનું મન થતું જ નથી.
મને શ્રીદેવી સાથે ફિલ્મ કરવાની ઈચ્છા થતી હતી પરંતુ જાહ્નવી માટે તેવી કોઈ ઈચ્છા થતી નથી.