Morbi,તા.06
રંગપર ગામની સીમમાં બાઈકમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ અને બાઈક સહિતનો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાંથી બાઈક શંકાસ્પદ હાલતમાં પસાર થતા રોકી તલાશી લીધી હતી જેમાં દેશી દારૂ ૨૨ લીટર મળી આવતા પોલીસે દેશી દારૂ, બાઈક અને રોકડ તેમજ ૨ મોબાઈલ સહીત કુલ રૂ ૩૧,૭૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી જીતેન્દ્ર મનુભાઈ વરાણીયા અને અમિત અવચર બારૈયા રહે બંને ત્રાજપર તા. મોરબી વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપી રવિ ઉર્ફે માસ પરષોતમ વરાણીયા રહે ત્રાજપર અને ભૈરવો કોળી રહે નાળીયેરી તા. ચોટીલા વાળાના નામ ખુલતા ગુનો નોંધી વ્ધુ તપાસ ચલાવી છે