Jamnagar, તા.7
જામનગર જિલ્લામાં વધી રહેલાં દારૂના દૂષણ વચ્ચે જોડિયા પોલીસે શિવનગર ગામના પાટિયાા પાસે, નવા બનેલ હાઇવ પરથી ગેરકાયદે ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં એક પરપ્રાંતિય શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે 50 હજારની ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
જોડિયા પોલીસે મથકેથી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સ્ટાફના માણસો શિવનગર ગામના પાટિયા પાસે નવા બનેલ હાઇવે પર પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન મોટરસાઇકલ લઇને નિકળેલા અનિલાઇ ભુરૂભાઇ પરૂડિયા (ઉ.વ.20 રહે.હાલ પિન્ટુભાઇ રાઠોડની વાડીએ, જીરાગઢ ગામની સીમ, જોડિયા, જામનગર. મૂળ રહે.હવેલી ફળિયું, ચગ્દી ગામ, તા.બાજોટ, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ) નામના શખ્સને અટકાવ્યો હતો.
પોલીસે આ શખ્સની તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા.16000 ની કિંમતની 32 નંગ ઇંગ્લીશ દારૂની બોટલ અને રૂા.3250 ની કિંમતના 13 નંગ બિયરના ટીન મળી આવ્યા હતાં. આથી પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે રૂા.25000 ની કિંમતની મોટરસાઇકલ અને રૂા.10000 ની કિંમતનો એક મોબાઇલ ફોન સહિત કુલ રૂા.54250 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સ સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.