Jamnagar,તા.07
તાજેતરમાં મરીન નેશનલ પાર્ક દ્વારા ખીજડિયા પક્ષી અભ્યારણ્ય ખાતે યોજાયેલ પક્ષી ગણતરી દરમિયાન પાર્ટ-2 માં ફ્લેમીંગો વોચ ટાવર નજીક જામનગરના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભાવિન પારેખને ખડમાકડી લડવૈયા (કોમન ગ્રાસોપર વાર્બલર) જોવા મળેલ.
જે ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં પ્રથમ વખત નોંધાયું છે. વર્ષ 2025 ના પ્રારંભે નાની રાખોડી એશિયન કોયલ બાદ ખડમાકડી જોવા મળતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રર્વતી રહી છે. હજુ શિયાળો શેષ હોય બીજા અનેક અલભ્ય પક્ષીઓ જોવા મળશે તેવી આશા સેવાઇ રહી છે.