Morbi,તા.07
શર્ટ કાઢી પોતાની જાતે પટ્ટા મારી વિરોધ નોંધાવ્યો
અમરેલીમાં પાટીદાર યુવતી સાથે થયેલા અન્યાયનો સમગ્ર રાજ્યમાં વિરોધ થઇ રહ્યો છે પાટીદાર યુવાનો યુવતીના સમર્થનમાં જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં મોરબીના યુવાને પોતાના શરીર પર પટ્ટા મારી વિરોધ નોંધાવ્યો હતો
અમરેલીમાં યુવતીની ધરપકડ કરી પટ્ટા મારી રી-કન્સ્ટ્રકશનના નામે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પાટીદાર યુવતી સાથે અન્યાય થયો હતો જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે મોરબીના મિતુલ કુંડારિયા નામના યુવાને પોતાના શરીર પર જાતે પટ્ટા મારી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો ગુજરાતના અન્ય જીલ્લા અને તાલુકામાં પાટીદાર યુવાનો વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં મોરબીના યુવાને પણ સહયોગ આપ્યો હતો તો પોતાના શરીર પર પટ્ટા ખાઈ સકે તે બીજાને પટ્ટા મારી પણ સકે તેવું પણ યુવાને જણાવ્યું હતું