Mumbai,તા.08
પૂનમ ધિલ્લોનનાં ઘરમાં ચોરી થઈ છે. અહેવાલો અનુસાર, આરોપી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તેની ઓળખ સમીર અંસારી તરીકે કરવામાં આવી છે. આરોપીઓએ અભિનેત્રીના ઘરેથી આશરે રૂ. 1 લાખની કિંમતની હીરાની બુટ્ટીઓ અને રૂ.35000 રોકડની ચોરી કરી હતી. આ વ્યક્તિની 6 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
ચોરીની ઘટના પૂનમ ધિલ્લોનનાં ખારના ઘરે બની હતી. અભિનેત્રી જુહુના આવાસમાં રહે છે, જ્યારે તેનો પુત્ર અનમોલ ખારના આવાસમાં રહે છે. પૂનમ ધિલ્લોન પણ ક્યારેક ખારના ઘરે રહે છે. તાજેતરમાં તેમનાં ઘરમાં ચોરીની ઘટના બની હતી. આરોપીઓએ રૂ.35000 રોકડા, રૂ. 1 લાખની કિંમતની હીરાની બુટ્ટી અને 500 યુએસ ડોલરની ચોરી કરી હતી. ખાર પોલીસે ચોરીનાં આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સમીર અંસારી નામનો વ્યક્તિ 28 ડિસેમ્બર થી 5 જાન્યુઆરી સુધી અભિનેત્રીના ઘરે હતો. ફ્લેટને કલર કરવા આવેલાં લોકોમાં તે પણ હતો. ઘરમાં રહેતાં તેને કબાટ ખુલ્લો જોયો હતો, જેનો લાભ ઉઠાવીને તેણે ચોરી કરી હતી. ચોરીનાં આરોપીએ કથિત રીતે તેનાં કેટલાક મિત્રો સાથે ચોરીનાં પૈસાથી પાર્ટી કરી હતી. આરોપીએ પાર્ટી પર લગભગ 9000 રૂપિયા ખર્ચ્યા હતાં.