Mumbai,તા.09
સદીનાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનાં અભિનયનાં દરેક લોકો ચાહક છે. અભિનયની સાથે તેને સિંગિંગનો પણ શોખ છે. ગાયક અને સંગીત નિર્દેશક શંકર મહાદેવને તેમની ફિલ્મ બંટી ઔર બબલીનાં હિટ ગીત ‘કજરા રે…’ સંબંધિત એક ઘટના શેર કરી છે.
શંકર મહાદેવને જણાવ્યું કે બચ્ચન સર અમારાં સ્ટુડિયોમાં આવતાં હતાં. અમારી સાથે સમય પસાર કરતાં અને ગીતો ગાતાં. ‘કજરા રે…’ ગીતનો ‘ધીન ધિનક ધીન…’ ભાગ તેમનો વિચાર હતો કારણ કે ગીતની શરૂઆત ‘મેરા ચેન-વેન સબ ઉજડા…’થી થાય છે. તેમણે કહ્યું કે આ પહેલાં થોડી જુગલબંધી કરીએ. મેં તેને 5 મિનિટમાં બનાવ્યું અને તેને તે તેમને ગમ્યું.
આ ગીતમાં શંકર મહાદેવન પણ બિગ બીનો અવાજ બન્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે તે મોટાં પડદા પર બિગ બી માટે ગીત ગાતો હતો. શંકર મહાદેવને વધુમાં કહ્યું કે, ‘મેં આ ગીત અગાઉ મારાં પોતાનાં અવાજમાં ગાયું હતું પરંતુ તે ફાઈનલ નહોતું. હું ઈચ્છતો હતો કે કોઈ અન્ય ગાયક તેમનાં માટે આ ગીત ગાય. મેં ક્યારેય અમિતાભ બચ્ચન માટે ગીત ગાયું નથી.
શંકર મહાદેવને અમિતાભને કહ્યું કે સર, મેં હમણાં આ ગીત પ્રેક્ટિસ માટે ગાયું છે, હું પછી આ ગીતને બીજા ગાયક દ્વારા રેકોર્ડ કરીશ. તેમણે મને પૂછ્યું, તમે કોને બોલાવશો ? મેં કહ્યું કે કોઈપણ ગાયક આવીને ગીત ગાય શકે છે.
તેમણે મને કહ્યું કે જો આ ગીતને કોઈએ સ્પર્શ કર્યો છે તો હું તને મારી નાખીશ…, તે જેમ છે તેમ જ રહેશે. આ ગીતમાં તમારો અવાજ જ રહેશે અને મને તમારો અવાજ ગમે છે. જેમ છે તેમ રહેવા દો. શંકરે કહ્યું કે ત્યારથી જ મેં તેમનાં માટે ગાવાનું શરૂ કર્યું હતું.