Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Salangpurdham ના સંતોનું વિદેશમાં સત્સંગ વિચરણ

    August 30, 2025

    જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે

    August 30, 2025

    Ribda Amit Khunt suicide case સ્યુસાઇડ નોટનો રીપોર્ટ પોઝિટિવ

    August 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Salangpurdham ના સંતોનું વિદેશમાં સત્સંગ વિચરણ
    • જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે
    • Ribda Amit Khunt suicide case સ્યુસાઇડ નોટનો રીપોર્ટ પોઝિટિવ
    • સ્વાસ્થ્ય વીમાધારકોની કેશલેસ સુવિધા ચાલુ રહેશે : હાલ પૂરતી રોક AHPI એ હટાવી
    • Gujarat માં શરાબની 52,800 પરમીટ; 66 ટકા પરમીટ માત્ર રાજકોટ સહિત ચાર મહાનગરોમાં
    • Operation Sindoor બાદ મોદી-શાહબાઝ પ્રથમ વખત સામસામા આવશે
    • પુતિને Chinese president ની પ્રશંસા કરી અને વેપાર પ્રતિબંધોનો વિરોધ કર્યો
    • કપાસની આયાત પર ટેકસ છુટ મુદ્દે RSS સાથે સંકળાયેલા કિસાન સંઘનો વિરોધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»દેશમાં પ્રથમCrocodile park નો પ્રોજેક્ટ ધૂળધાણી, સંકલનના અભાવે 5 કરોડનો ખર્ચ વેડફાયો
    ગુજરાત

    દેશમાં પ્રથમCrocodile park નો પ્રોજેક્ટ ધૂળધાણી, સંકલનના અભાવે 5 કરોડનો ખર્ચ વેડફાયો

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Baroda,તા.03

    નવલખી કંપાઉન્ડ નજીક કોર્પોરેશન  અને વન ખાતા  દ્વારા દેશનો પ્રથમ ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનો પ્રોજેકટ વર્ષ 2008માં શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ તે સમગ્ર પ્રોજેકટ સરકાર સાથેના સંકલનના અભાવના કારણે ઘૂળધાણી  કરી દેવામાં આવ્યો છે. જેથી મગરો પણ વિશ્વામિત્રીના પાણીની સાથે સાથે બહાર સોસાયટી વિસ્તારમાં લટાર મારવા નીકળી પડે છે. શહેરની મઘ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને  સાબરમતીની જેમ રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયના મેયર અને હાલના વિધાનસભાના દંડક બાળુ શુકલએ માટીના પાળા બનાવવાની શરૂઆત કરી હતી અને તે સમયે વિશ્વામિત્રીમાં મગરોની વઘુ સંખ્યા હોવાથી વિશ્વામિત્રીમાં જેસીબી અને બુલડોઝર ઉતારવામાં આવતા હોવાથી જળચર પ્રાણીને નુકસાન થતુ હતું જેથી પર્યાવરણવિદોએ વિરોધ કર્યો હતો અને સમગ્ર મામલો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સુધી પહોંચ્યો હતો.

    મગરો માટે સુરક્ષિત જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો

    આ જળચર પ્રાણીઓનો પ્રશ્ન સર્જાતા ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં દેણાથી વડસર સુધીના વિસ્તારમાં વસતા મગરોને એકજ સ્થળે  સાથે રાખી ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું નક્કી થયું હતું જેથી મગરો માટેની સુરક્ષિત જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં નવલખી  મેદાન પાછળનો વિશ્વામિત્રીના કિનારા પાસેની 60 એકર ખુલ્લી જગ્યામાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોજેકટ ધીમી ગતિએ શરૂ થયો હતો તે બાદ કમિશનર પદે એચ.એસ. પટેલની નિયુક્તિ થઇ તેઓએ રાજમહેલની યુએલસીમાં ખુલ્લી થયેલી 60 એકર જમીન હાઉસિંગ માટે હતી પરંતુ નદી કિનારાની જગ્યા હોવાથી હાઉસિંગ માટે ખાડા ટેકરાને કારણે જે જગ્યા પર હાઉસિંગની સ્કીમ થઇ શકે તેમ ન હતી જેથી તત્કાલીન કમિશનર એચ.એસ. પટેલે સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની મંજૂરી લઇ આ જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવા માટે વન ખાતાને જવાબદારી સોપવાનું નક્કી કર્યું હતું અને આ જમીન વન ખાતાને સોપવા અંગેની પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્યારબાદ વન ખાતાએ ક્રોકોડાઇલ પાર્ક માટે ફેન્સિગ કરવા રૂા. 5 કરોડની માતબર રકમ ફાળવી હતી અને ફેન્સિગ કરવામાં આવી હતી.

    સમગ્ર પ્રોજેકટ અભરાઇ પર ચડી ગયો

    કોર્પોરેશન દ્વારા આ કામગીરી અને રાજ્યના મહેસૂલ વિભાગ સુધી સમગ્ર મંજૂરી લેવામાં આવી હતી. દરમ્યાનમાં ઓડિટ વિભાગ દ્વારા આ જમીન કોર્પોરેશન અને વન ખાતાને ફાળવી છે. તેના બદલામાં જમીન કિંમત લેવામાં આવી છે કે કેમ? તે અંગેનો ખુલાસો જિલ્લા કલેકટરને કરવામાં આવ્યો હતો જેથી તેનો યોગ્ય રીતે ખુલાસો નહીં થતા સમગ્ર પ્રોજેકટ બે વિભાગ વચ્ચેના સંકલનના અભાવે અભરાઇ પર ચડી ગયો છે.

    crocodile park project in baroda has stalled

    જમીન તબદીલની રકમના વિવાદને કારણે  ક્રોકોડાઇલ પાર્ક અભરાઇ પર

    વહીવટી તંત્ર વચ્ચેના સંકલનના અભાવે ક્રોકોડાઇલ પાર્ક અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યો છે. સરકારના ધારાધોરણ મુજબ એક વિભાગમાંથી બીજા વિભાગને જમીન તબદીલ કરવાની હોય તો તે જમીનની રકમ સરકારે લેવાની હોતી નથી તેમ છતાં ઓડિટ વિભાગે જમીનની કિંમત અંગે વાંધો લીધો હતો જેથી આજે વર્ષો પછી પણ ક્રોકોડાઇલ પાર્કની જમીન અંગેનો વિવાદ યથાવત રહ્યો છે.

    ઓડિટ વિભાગે વાંધો લીધો ત્યારથી સમગ્ર પ્રોજેકટ ઠપ પડ્યો

    વિશ્વામિત્રી નદી કિનારે નવલખી કંપાઉન્ડને અડીને આવેલી જમીન પર ક્રોકોડાઇલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ જમીનની રકમ અંગેનો ઓડિટ વિભાગે વાંધો લીધો ત્યારથી સમગ્ર પ્રોજેકટ ઠપ પડ્યો છે. અગાઉ આ જમીન અંગેની મહેસૂલ વિભાગની પણ મંજૂરી લેવામાં આવી હતી તેમ છતાં જમીનની કિંમત અંગે ઓડિટ વિભાગના વાંધાને કારણે આજે પણ વિવાદ રહેલો છે.

    crocodile park project in baroda has stalled

    સયાજીરાવના સમયથી રાજમહેલમાં ક્રોકોડાઇલ પોન્ડ હતુ

    સયાજીરાવ ગાયકવાડના સમયથી રાજમહેલ કંપાઉન્ડમાં ક્રોકોડાઇલ પોન્ડ હતું જેમાં મગરો રાખવામાં આવતા હતા અને તેને ટ્રેનીંગ પણ આપવામાં આવતી હતી. જે મગરનું નામ બોલે તે  મગર તળાવના કિનારે બહાર આવતા અને જે વ્યક્તિ મગરના રિંગ માસ્ટર હતા તે કિનારે આવેલા મગરને ખાવાનું ખવડાવી તળાવમાં પરત જવા સૂચના આપતા હતા.આઝાદી સમયે રાજ્યોના વિલીનીકરણ થઇ ગયા બાદ ક્રોકોડાઇલ પોન્ડમાં રાખેલા મગરોની દેખભાળ કરવાનું રાજવી પરિવાર માટે મુશ્કેલ બન્યુ હતું. જેથી તે મગરોને વિશ્વામિત્રી નદીમાં રાખવાની વ્યવસ્થા કરી હતી જેથી ધીરે ધીરે મગરો છેક દેણા ગામ સુધી અને વડસર સુધી પરિવારને રહેવા વસવાટના ગોખ બનાવવા માંડ્યા હતા. જેથી આજે વિશ્વામિત્રી નદીમાં અંદાજે 500 થી વઘુ મગર વસવાટ કરતા થઇ ગયા છે.

    ક્રોકોડાઇલ પાર્ક માટે 60 એકર જમીન ફાળવવામાં આવી હતી

    રાજમહેલ નવલખી કંપાઉન્ડ કૃત્રિમ તળાવ પાછળ ક્રોકોડાઇલ પાર્ક માટે ૬૦ એકર જમીન ફાળવવામાં આવી હતી જ્યાં દેશનું પ્રથમ  ક્રોકોડાઇલ કન્ઝર્વેશન સેન્ટર બનાવવાનું આયોજન હતું. વિશ્વામિત્રી નદીના દેણા ગામથી લઇને વડસર સુધીના વિસ્તારમાં અનેક સલામત જગ્યાએ મગરોએ પોતાના વસવાટ બનાવ્યા છે. ખાસ કરીને સયાજીબાગ મ્યુનિસિપલ કમિશનરના બંગલાથી લઇને છેક પ્લેનેટોરીયમ સુધીના વિસ્તારમાં મગરોના વસવાટ આવેલા છે. તે બાદ ભીમનાથ બ્રિજ પાસે અને વડસર બ્રિજની આસપાસ પણ મગરો ગોખ બનાવી વસવાટ કરી રહ્યા છે એ સ્થિતિને ઘ્યાનમાં રાખી આ સમગ્ર વિસ્તારમાં વસવાટ કરતા મગરોનું ક્રોકોડાઇલ કન્ઝર્વેશન સેન્ટર બનાવવાનું નક્કી થયું હતું.

     

     

    Baroda Baroda-Municipal-Corporation crocodile-park GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે

    August 30, 2025
    ગુજરાત

    Gujarat માં શરાબની 52,800 પરમીટ; 66 ટકા પરમીટ માત્ર રાજકોટ સહિત ચાર મહાનગરોમાં

    August 30, 2025
    મુખ્ય સમાચાર

    Gujarat-Saurashtra નાં 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

    August 30, 2025
    અમદાવાદ

    ગીરમાં રસ્તો પહોળો કરવાની દરખાસ્ત ફગાવતું World Life Board

    August 30, 2025
    ગુજરાત

    આજે શનિવારે વહેલી સવારે Panchmahal જિલ્લામાં મેઘરાજાએ ભુક્કા બોલાવી દીધા

    August 30, 2025
    સુરત

    તાપી પંથકમાં મેઘરાજાની સટાસટી : 10 ઇંચ વરસાદ

    August 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Salangpurdham ના સંતોનું વિદેશમાં સત્સંગ વિચરણ

    August 30, 2025

    જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે

    August 30, 2025

    Ribda Amit Khunt suicide case સ્યુસાઇડ નોટનો રીપોર્ટ પોઝિટિવ

    August 30, 2025

    સ્વાસ્થ્ય વીમાધારકોની કેશલેસ સુવિધા ચાલુ રહેશે : હાલ પૂરતી રોક AHPI એ હટાવી

    August 30, 2025

    Gujarat માં શરાબની 52,800 પરમીટ; 66 ટકા પરમીટ માત્ર રાજકોટ સહિત ચાર મહાનગરોમાં

    August 30, 2025

    Operation Sindoor બાદ મોદી-શાહબાઝ પ્રથમ વખત સામસામા આવશે

    August 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Salangpurdham ના સંતોનું વિદેશમાં સત્સંગ વિચરણ

    August 30, 2025

    જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે

    August 30, 2025

    Ribda Amit Khunt suicide case સ્યુસાઇડ નોટનો રીપોર્ટ પોઝિટિવ

    August 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.