Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Srimad Bhagavatam..કૃષ્ણ-સુદામા કથા

    July 15, 2025

    તંત્રી લેખ…ધાર્મિક કટ્ટરપંથીઓના માફિયા તંત્ર પર લગામ લગાવવી પડશે

    July 15, 2025

    Shilpa Shetty ને મલયાલમ ફિલ્મોમાં કામ કરતા ડર કેમ લાગે છે?

    July 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Srimad Bhagavatam..કૃષ્ણ-સુદામા કથા
    • તંત્રી લેખ…ધાર્મિક કટ્ટરપંથીઓના માફિયા તંત્ર પર લગામ લગાવવી પડશે
    • Shilpa Shetty ને મલયાલમ ફિલ્મોમાં કામ કરતા ડર કેમ લાગે છે?
    • Ranveer Singh and Bobby Deol એક્શન ફિલ્મમાં સાથે જોવા મળશે
    • Paresh Rawal સલમાન અને આમિરની સરખામણી કરી
    • ‘પૈસા ન બચ્યા એટલે રોટલી અને ડુંગળી પણ માંગ્યા’: Ronit Roy
    • Wankaner બે બાઈક અને કાર ચોરી કરનાર ઈસમ ઝડપાયો, કાર-બે બાઈક રીકવર
    • Wankanerના જીનપરાના રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતાCM
    અમદાવાદ

    Ahmedabad માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવતાCM

    Vikram RavalBy Vikram RavalJanuary 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે દેશ અને દુનિયામાં ગુજરાતને ઓળખ મળી

    Ahmedabad,તા.૧૧

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૫ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાયણના આ તહેવારને ’આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે.એટલું  જ નહિ પતંગોના આ પર્વને આધુનિક આયામો આપ્યા અને સાથો સાથ પ્રવાસન સાથે આ ઉત્સવને પણ જોડ્યો છે. આમ, આ પતંગોત્સવ ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયો છે, એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.

    આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ ૧૧ જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના વોકલ ફોર વોકલ અભિયાન પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી ખુબ મોટો વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાડા પાંચ લાખથી વધુ લોકો જોડાયાં હતા.

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી થયેલા ગુજરાતના પ્રવાસનના વિકાસ અને ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં ૬૫ ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આ પ્રસંગે ઉત્તરાયણ પર્વની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, ઉત્તરાયણ ઉત્સવ દાન તેમજ ધર્મનું અને સૂર્ય નારાયણની ઉપાસનાનું પર્વ છે. એટલું જ નહિ, દાન-મહિમાની પરંપરા સાથે ઉજવાતા આ પર્વમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના પણ સમાયેલી છે. જીવમાત્રની સુરક્ષા માટે સંવેદના દર્શાવીને આ પર્વને સુરક્ષિત રીતે ઉજવવુ જોઈએ તેમજ પતંગ ઉડાડવામાં પણ ખુબ કાળજી રાખવી જોઈએ એવી રાજ્યના દરેક નાગરિકોને મુખ્યમંત્રી શ્રી દ્વારા અપિલ કરવામાં આવી હતી.આ અવસરે મુખ્યમંત્રી એ ઉતરાયણ અને મકરસંક્રાંતિના પર્વની સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરાએ કહ્યું કે, ઉત્તરાયણ એ સૂર્યની ઉપાસના કરવાનો અવસર છે. એટલું જ નહિ પ્રકૃતિ અને પ્રગતિનો સંદેશ પણ આ પર્વ આપે છે. આપણો દેશ ઉત્સવોનો દેશ છે અને ભારતમાં અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજયમાં દર વર્ષે આયોજીત થનાર આ પતંગ મહોત્સવ સૌને વિકાસની દિશામાં ઉડવાની પ્રેરણા આપે છે એટલું જ નહી ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર પણ આ પતંગ મહોત્સવ બન્યો છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ -૨૦૨૫ની વિગતવાર માહિતી આપતા પ્રવાસન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ વર્ષે તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  – ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ  – ૨૦૨૫’નું આયોજન કરાયું છે.

    તેમણે કહ્યું હતું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. જેમાં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે.

    Kite Festival 2025 in Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner બે બાઈક અને કાર ચોરી કરનાર ઈસમ ઝડપાયો, કાર-બે બાઈક રીકવર

    July 15, 2025
    મોરબી

    Wankanerના જીનપરાના રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

    July 15, 2025
    મોરબી

    Morbi: પતિ નોકરી માટે ૩૦ વર્ષથી દુબઈ, એકલવાયા જીવનથી કંટાળી મહિલાનો આપઘાત

    July 15, 2025
    મોરબી

    Tankara નજીક રમતા રમતા બાળક પાણીની કુંડીમાં પડી જતા મોત

    July 15, 2025
    મોરબી

    Morbi: માળિયા વીરવિદરકા ગામે તળાવ કાંઠેથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી સાથે બે ઝડપાયા

    July 15, 2025
    મોરબી

    Morbi: રોડ રસ્તા સહિતની કામગીરી માટે કમિશ્નરની મોડી રાત્રે-વહેલી સવારે શહેરની વિઝીટ

    July 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Srimad Bhagavatam..કૃષ્ણ-સુદામા કથા

    July 15, 2025

    તંત્રી લેખ…ધાર્મિક કટ્ટરપંથીઓના માફિયા તંત્ર પર લગામ લગાવવી પડશે

    July 15, 2025

    Shilpa Shetty ને મલયાલમ ફિલ્મોમાં કામ કરતા ડર કેમ લાગે છે?

    July 15, 2025

    Ranveer Singh and Bobby Deol એક્શન ફિલ્મમાં સાથે જોવા મળશે

    July 15, 2025

    Paresh Rawal સલમાન અને આમિરની સરખામણી કરી

    July 15, 2025

    ‘પૈસા ન બચ્યા એટલે રોટલી અને ડુંગળી પણ માંગ્યા’: Ronit Roy

    July 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Srimad Bhagavatam..કૃષ્ણ-સુદામા કથા

    July 15, 2025

    તંત્રી લેખ…ધાર્મિક કટ્ટરપંથીઓના માફિયા તંત્ર પર લગામ લગાવવી પડશે

    July 15, 2025

    Shilpa Shetty ને મલયાલમ ફિલ્મોમાં કામ કરતા ડર કેમ લાગે છે?

    July 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.