Jamnagar તા.13
જામનગર શહેરમાં રજામાં આવેલા પીજીવીસીએલના કર્મચારીને 4 શખસોએ રોકીને તારા ભાઈના કારણે મારો મિત્ર જેલમાં છે તેને છોડાવવા માટે પૈસા આપવા પડશે, તેમ કહીને 4 શખસોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કચ્છ જિલ્લાના અબડાસાના નલીયા ગામમાં રહેતા અને પીજીવીસીએલમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા આશીફભાઈ ઓસમાણભાઈ રાઉમા (ઉ.વ.45) ગત અઠવાડીયે રજામાં જામનગર શહેરના નદીપા વાલબાઈની મસ્જીદ પાસે રજામાં આવ્યા હતાં. તે ગત તા.4ના રોજ રાત્રીના નાસ્તો કરવા માટે વિક્ટોરીયા પુલ સેવાસદનની બાજુમાંથી ચાલીને જતા હતાં.
ત્યારે આરોપીઓ ઈસ્તીયાક બોદુભાઈ. સુફીયાન ઉર્ફે શુકલો, સમીર ઉર્ફે ચરસી અને ચોહીદ ઉર્ફે પપ્લો બાઈક લઈને આવ્યા હતાં અને યુવકને રોકીને તારા ભાઈના કારણે મારો મિત્ર જેલમાં છે તેને છોડાવવા માટે તારે રૂપિયા આપવા પડશે. જેથી યુવકે કહેલ કે, હું અહી રહેતો નથી. અને રજામાં આવ્યો છું. જેથી આરોપીઓએ ઉશ્કેરાઈને હુમલો કરતા યુવકે બુમો પાડતા લોકો એકઠા થઈ જતાં આરોપીઓ નાશી છુટયા હતાં. જે અંગેની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

