Junagadh તા.૧૩
જૂનાગઢમાં કેશોદના ચર ગામે અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થ વડે ઘરમાં ઘૂસી આધેડની હત્યા કરતા ચકચાર મચી છે. પુત્રવધૂને રૂમમાં બંધ કરી હત્યારાઓએ હત્યાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાંં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં ગઈકાલ રાત્રે કેશોદ પંથકમાં ખૂની ખેલ ખેલાયો હતો. ચર ગાીમની વાડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી પુત્રવધૂને રૂમમાં બંધ કરી દીધી હતી. બાદમાં અજાણ્યા કારણોસર આધેડ ખેડૂત ખીમાનંદ બોરખતરિયાની બોથડ પદાર્થ વડે નિર્મમ હત્યા કરી નાખી હતી. બાદમાં હત્યાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોહીલુહાણ ઘર જોઈ લોકો ડરી ગયા હતા.
સ્થાનિકોએ તાત્કાલિક નજીકની પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કયા કારણે હત્યા થઈ તેનું કારણ સામે આવ્યું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.