Vadodara,તા.15
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા શખ્સને કારમાં 81 હજારના વિદેશી દારૂ સાથે પીસીબી પોલીસની ટીમે વારસીયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ, મોબાઇલ, કાર અને રોકડ રકમ મળી રૂ.5.88 લાખનો મુદ્દામાલ કબજે કરી સિટી પોલીસને સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કલ્યાણનગર સોસાયટીની સામે ઝુપડામાં રહેતો શબ્બીરમીયા સલીમમીયા શેખ પોતાની મારૂતિ બ્રેઝા કારમાં વિદેશી દારૂનો ભરીને આવ્યો છે. હાલમાં વારસીયા વિસ્તારમાં લાવ્યો છે અને હાલમાં કાર સાથે વારસીયા જલારામ પાર્ક સામે રોડ પર કેડવાઇ નગરની બાજુમાં ગેરેજ પાસે ઉભો છે તેવી બાતમી પીસીબીને બાતમી મળી હતી. જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર પહોંચીને રેડ કરીને દારૂ ભરેલી કાર સાથે શબ્બીરમીયા સલીમમીયા મલેકને ઝડપી પાડ્યો હતો. જ્યારે આરતી થાપા (રહે. બાવચાવાડ પાણીગેટ) તથા રમઝાન ઉર્ફે રમજુ મન્સુરી (રહે. પટેલા ફળિયા હાથીખાના)ને વોન્ટેડ જાહેર કર્યા છે. ઝડપાયેલા કાર ચાલકને સાથે રાખી કારમાં તલાસી લેતા વિદેશી દારૂ રૂ.81 હજાર, રોકડા રૂપિયા, એક મોબાઇલ અને કાર રૂ.5 લાખ મળી રૂ.5.88 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે સિટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો
સમા સંજયનગરમાં વિશ્વામિત્રીના કોતરમાંથી વિદેશી દારૂ સાથે ત્રણ મહિલા ઝડપાઇ
મકરસંક્રાંતિના તહેવારના ધ્યાનમાં રાખીને સમા પોલીસ દ્વારા વિસ્તારમાં કોમ્બિંગ કરીને વિવિધ જગ્યા પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સમા સંજયનગર તથા રણછોડનગરમા આવેલા મકાનોની પાછળ વિશ્વામિત્રીની કોતરમાં તપાસ કરતા સ્થળ પરથી મિના રાજુ માળી, જ્યોત્સના દિલીપ માળી તથા ગીતા હિંમત માળીને ઝડપાઇ ગઇ હતી. ત્રણ મહિલાઓ પાસેથી વિદેશી દારૂના ક્વાટરિયા મળી રૂ.27 હજરના વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.