Mumbai,તા.15
અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનનાં હાથમાં હતું. પરંતુ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચેનાં મતભેદોને કારણે હવે ભારત પોતાની બધી મેચ દુબઈમાં રમશે. જો કે, ટુર્નામેન્ટ પહેલાં બધાં કેપ્ટનોને ચેમ્પિયન્સ ટ્રોફીના ફોટોશૂટ માટે પાકિસ્તાન જવું પડી શકે છે.
કેપ્ટન રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો રોહિત પાકિસ્તાન આવશે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે , રોહિત શર્મા ફોટોશૂટ માટે પાકિસ્તાન આવી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો રોહિત શર્મા ફોટોશૂટ અને પ્રેસ કોન્ફરન્સનો ભાગ લેશે તો તેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થઈ શકે છે. જો કે, હજુ સુધી કેપ્ટન રોહિત શર્માની પાકિસ્તાન મુલાકાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.