Morbi,તા.15
જીનપરા મેઈન રોડ પર વ્યવહારિક વાંધા બાબતે પાંચ ઇસમોએ આધેડને માર મારી ઈજા પહોંચાડી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મૂળ વાંકાનેર જીનપરા હાલ રાજકોટ મોટા મોવાના રહેવાસી સંજયગીરી વિનોદગીરી ગોસ્વામીએ આરોપીઓ જયેશગીરી દિલીપગીરી ગોસ્વામી, અમિતગીરી ભુપેન્દ્રગીરી ગોસ્વામી, નીલેશગીરી દિલીપગીરી ગોસ્વામી, વત્સલગીરી નીલેશગીરી ગોસ્વામી અને જયદીપગીરી જયેશગીરી ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સંજયગીરીને આરોપીઓ સાથે વ્યવહારિક વાંધા ચાલતા હોવાથી સંબંધ રાખવાની ના પાડી હતી
જેથી ફરિયાદીના દીકરા સાથે આરોપીઓએ વાહન ચલાવવા બાબતે ઝઘડો કરી ફરિયાદી અને તેના દીકરાને બેઝ બોલના ધોકા વડે અને ઢીકા પાટું માર મારી ઈજા કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોન્ધીવ તપાસ ચલાવી છે