Mumbai, તા.16
બોલીવૂડ અભિનેતા સૈફઅલીખાનના ઘરમાં ઘુસીને અજાણ્યા શખ્સ છરીથી હુમલો કર્યાની ઘટના બાદ પોલીસે આરોપીને પકડવા આકાશ પાતળ એક કર્યા જ છે. આરોપીની ઓળખ થઇ ગઇ છે અને તૂર્તમાં જ પકડાઇ જવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
બોલીવૂડ અભિનેતા પર હુમલાની આ ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી જ છે. આરોપીનું પગેરૂ દબાવવા આઠ ટીમની રચના કરવામાં આવી છે. આરોપીની રચના કરવામાં આવી છે. આરોપીની ઓળખ થઇ ગઇ છે.
પોલીસે કહ્યું કે, સૈફઅલી ખાનના ઘરમાં ઘુસેલો શખ્સ સીડી (દાદરા) વાટે આવ્યો હતો. તેનો ઇરાદો ચોરી-લૂંટ કરવાનો જ હતો. પરંતુ અભિનેતા તથા ઘરના નોકરો જાગી જતા ઘર્ષણ થયું હતું. બોલીવૂડ અભિનેતા સાથે તેને ઝપાઝપી થઇ હતી અને તેમાં તે ઘાયલ થયો હતો. આ દરમ્યાન અજાણ્યો શખ્સ દાદરા વાટે જ નાસી છૂટવામાં સફળ થયો હતો.
પોલીસને સૈફના બિલ્ડીંગના સીસી ટીવી કેમેરામાં કોઇ શંકાસ્પદ હિલચાલ માલુમ પડી નહતી પરંતુ બાજુના બિલ્ડીંગના 6ઠ્ઠા માળે એક અજાણ્યો શકમંદ શખ્સ નજરે ચડ્યો હતો.
બાંદ્રા પોલીસના અધિકારીએ કહ્યું કે, આરોપી સૈફના નાના પુત્ર જેહના રૂમમાં ઘુસી ગયો હતો. નોકરાણીએ એલાર્મ વગાડતા સૈફ ધસી આવ્યો હતો અને તે દરમ્યાન ઝપાઝપી અને છરીથી હુમલો થયો હતો.