અભિનેતા સૈફ અલી ખાનની ખબર પૂછવા માટે સ્વજનો એકપછી લીલાવતી હોસ્પિટલ પહોંચી રહ્યા છે
Mumbai, તા. ૧૬
અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ ૨ વાગ્યે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બાંદ્રામાં અભિનેતાના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘુસી ગયો હતો અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. ઘરમાં હાજર નોકરાણી અને સ્ટાફ સાથેના ઘર્ષણ દરમિયાન સૈફ અલી ખાન બચાવમાં આવ્યો હતો અને આ દરમિયાન તે વ્યક્તિએ સૈફ પર છ વાર ચાકુ વડે હુમલો કર્યો હતો. અભિનેતાને મોડી રાત્રે લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તે આઈસીયુમાં એડમિટ છે. લીલાવતી હોસ્પિટલના મેડિકલ બુલેટિન મુજબ અભિનેતા પર સફળ સર્જરી કરવામાં આવી છે.
સારા અલી ખાન અને ઈબ્રાહિમ પિતાને મળવા લીલાવતી હોસ્પિટલ જતા જોઈ શકાય છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં બંને સ્ટાર કિડ્સ હોસ્પિટલ જતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં કરીના કપૂર કારમાં લીલાવતી હોસ્પિટલ પહોંચતી જોવા૭ મળી રહી છે. તેણે લાલ રંગનો શર્ટ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હુમલા સમયે કરીના કપૂર અને તેના બાળકો ઘરમાં હાજર હતા. રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સૈફ અલી ખાનની બહેન અને અભિનેત્રી સોહા અલી ખાન પણ તેના પતિ કુણાલ ખેમુ સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રી ચિંતિત જોવા મળી હતી. એક પછી એક સૈફના પરિવારના સભ્યો તેને મળવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
અભિનેતા રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટ સાથે જીજાજી સૈફની તબિયત પૂછવા લીલાવતી હોસ્પિટલમાં આવતો જોવા મળ્યો હતો. બંને સ્ટાર્સ પોતાની પ્રાઈવેટ કારમાં આવતા જોવા મળ્યા હતા. અભિનેત્રી કરિશ્મા કપૂર પણ અભિનેતાની તબિયત પૂછવા હોસ્પિટલ આવતી જોવા મળી હતી.