Rajkot,તા.17
જામનગર રોડ હાઇવે પર જાહેરમાં રેસ લગાવી જાહેર જીવનને જોખમમાં મુકનાર રેસરોના વિડીયો અનેકવાર સામે આવી ચુક્યા બાદ હવે આ રેસરો પર તવાઈ બોલાવવામાં આવી છે. વધુ એકવાર આ રેસ યોજાવાની હતી તે પૂર્વે જ પડધરી પોલીસ અને એલસીબી ત્રાટકી હતી અને 24 રેસરોને દબોચી લઇ 10 બાઈક અને બે ફોર વ્હીલ કબ્જે કર્યા હતા.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધુમ સ્ટાઇલમા હાઇવે રોડ પર બાઇક તથા ફોર વ્હીલ સાથે જોખમી સ્ટંટ તથા રેસીંગ કરતા ૨૪ લોકોને દસ બાઈક અને બે ફોર વ્હીલ કાર સાથે ફિલ્મી સ્ટાઇલમા પડધરી પોલીસે પકડી પાડ્યા છે.
જે અનુસંધાને પડધરી પોલીસ સ્ટેશન હેઠળ આવતા હાઇવે રોડ પર અમુક લોકો પોતાના ટુ વ્હીલ તથા ફોર વ્હીલ સાથે જોખમી સ્ટંટ તથા રેસીંગ કરવા નીકળવાના હોય તેવી હકિકત મળતા પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.પરમાર તથા એલ.સી.બી પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.સી.ગોહિલ, સ્ટાફ રાજકોટ ગ્રામ્ય તથા પડધરી પોલીસ સ્ટેશનના માણસો સાથે હાઇવે રોડ પર વાહન ચેકીંગમા હતા.
દરમ્યાન રાજકોટ જામનગર હાઇવે રોડ પરથી આશરે ૧૦ બાઈક તથા બે ફોર વ્હીલ કાર ધુમ સ્ટાઇલમાં અને બીજાની જીંદગી જોખમાય તે રીતે જોખમી સ્ટંટ તથા રેસીંગ કરતા ૨૪ જેટલા લોકોને પકડી પાડી તેમના વિરૂધ્ધ બી.એન.એસ.ની કલમ ૨૮૧ તથા એમ.વી.એક્ટની કલમ ૧૭૭, ૧૮૪,૧૮૯ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસે જિશાન હુસેનભાઈ ઈશાણી(જામનગર), આઝાદ રજાકભાઈ સમા(રાજકોટ), મહમદહુસેનભાઇ અલતાફભાઈ બાઘડા (જામનગર), રામકુભાઇ ટીસાભાઈ કેરાળીયા ( રાજકોટ), સાહબાજભાઇ ઇબ્રાહીમભાઈ સેતા (જામનગર), મહમદહુસેનભાઇ મજીદભાઇ ભુંગરાણી (જામનગર), સંજયભાઈ મેરૂભાઈ જોરા( રાજકોટ), દર્શીતભાઇ મહેન્દ્રભાઇ ચોટલીયા(જામનગર), કુણાલભાઇ મેઘજીભાઇ મારૂ( તા.જસદણ જી.રાજકોટ), વાહીદભાઇ સલીમભાઇ શેખ (રાજકોટ),અજયભાઇ પ્રવીણભાઈ ચુડાસમા (રાજકોટ), હુશેનભાઇ ઉર્ફે એમદ આરીફભાઇ તમીમી (ગોંડલ), સાહીલભાઇ યુનુશભાઈ નોતીયાર (ધોરાજી જી.રાજકોટ) સમીરભાઇ સરીફભાઇ ઠેબા (ગોડલ જી.રાજકોટ), અસનાદ હમીદભાઇ મિયાવા (રાજકોટ), ફલકભાઇ મહમદબીન મુરીમા (રાજકોટ), કહીમભાઇ ઇરફાનભાઈ મુરીમા (જામનગર), સકીલભાઇ મહમદભાઇ વજુગરા (ગોડલ જી.રાજકોટ), ક્રિશભાઇ હરેશભાઇ સોલંકી (રાજકોટ), સાહીલભાઇ અસલમભાઇ ધંધુકીયા (રાજકોટ), મજીદભાઇ રહીમભાઇ સાંધ (રાજકોટ),સાનીસભાઇ હનીકભાઇ બાનાણી (રાજકોટ), વિરાજભાઇ સંજયભાઈ મકવાણા (રાજકોટ), યશભાઇ લેખરાજભાઇ શર્મા (રાજકોટ)ણી ધરપકડ કરવામાં આવી છે.