Kodinar તા.17
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ ને હવે ગીર નાં બીચો ટક્કર આપશે પ્રવાસન ઉદ્યોગને ગતિ મળે તેમ જ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પ્રવાસન ગતિ વિધિઓને અન્ય પ્રવાસીઓ ઓળખે તે માટે સંઘ પ્રદેશ દીવને અડીને આવેલા ગિરના અહેમદપુર માંડવી બીચ ઉપર પ્રથમ વખત ત્રણ દિવસના બીચ ફેસ્ટિવલ નું આયોજન થનાર છે. જેને લઇ સ્થાનિક કલેકટર ડી.ડી જાડેજા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.
દર રમણીય અને નયન રમ્ય દેખાતા અને આંખો ને ટાઢક પડતાં તસવીર માં દેખાતા દ્રશ્યો ગોવા કે દીવ ના નહિ પરંતુ ગુજરાત ના ગીર નાં અહેમદપુર માંડવી બીચ ના છે.આ બીચ સંઘ પ્રદેશ દીવ ના ઘોઘલા ને અડી ને આવ્યો છે દીવ ની હદ પુરી થાય અને અહી થી ગુજરાત ના ગીર ની હદ શરૂ થાય છે.
હવે આ બીચ પણ દેશ અને દુનિયાના પ્રવાસીઓ નું આકર્ષણ નું કેન્દ્ર બનવા જય રહ્યા છે કારણ કે અહી ગીર સોમનાથ કલેકટરે વીજીટ કર્યા બાદ સરકાર ને રજૂઆત કરવામાં.આવી હતી અને હવે આં બીચો ને ડેવલપ કરવાનું બીડું ગીર કલેકટર ડી.ડી જાડેજા એ ઉઠાવ્યું છે.
જેને લઈ રાજ્ય નાં પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહી ત્રણ દિવસ સુધી બીચ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં.આવી રહ્યું છે આગામી 24, 25 અને 26 જાન્યુઆરી ના આં બીચ ફેસ્ટિવલ રંગારંગ ભવ્ય રીતે ઉજવાશે જેને લઇ જિલ્લા કલેકટર તંત્રના તમામ વિભાગો સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યું.
સંઘપ્રદેશ દિવ થી એકદમ નજીક આવેલ ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પર વિવિધ આયોજન રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગિર સોમનાથ દ્વારા કરવામાં આવશે સંધ પ્રદેશ દીવ ની નજીક આવેલો અહેમદપુર માંડવી બીચ આજે પ્રવાસીઓમાં સૌથી ઓછી ઓળખ ધરાવતા બીચ તરીકે પણ ઓળખાય છે પરંતુ અહીં પ્રવાસન ઉદ્યોગ અને દરિયાઈ પર્યટનને લઈને વિશાળ તકો ઉપલબ્ધ છે.
જેને ધ્યાને રાખીને રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા જાન્યુઆરી મહિનાની 24,25 અને 26 તારીખે વિવિધ રમતોત્સવ ફૂડ ઝોન અને અન્ય ગતિવિધિ નું આયોજન કરાયું છે. ત્યારે ગીર સોમનાથ કલેકટર ડી ડી જાડેજાએ મીડિયા ને જણાવ્યું હતું કે અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઊભી કરે તે માટે અહીં ખાસ સૂર્યોદય જોવાના પોઇન્ટ પણ છે વધુમાં અહેમદપુર માંડવી બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે.
જેને કારણે અહીં દરિયાઈ આધારિત વોટર સપોર્ટની પણ ખૂબ મોટી શક્યતા છે વધુમાં આ વિસ્તારના ખારવા સમાજ અને તેમની સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લો ની પરેડનું આયોજન પણ આગામી ત્રણ દિવસ થનાર છે વધુમાં રાત્રીના સમયે બીચ પર લાઈવ કોન્સર્ટ, લેઝર શોનું આયોજન પણ કરવામાં આવશે જેના થકી પ્રવાસીઓને અહીં આકર્ષિત કરી શકાય વધુમાં કોઈ પણ પ્રવાસન સ્થળને જીવંત રાખવા માટે ફુડઝોન ખૂબ જ મહત્વનું બને છે .
જેથી આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ ફૂડ ઝોનને પણ પ્રવાસીઓની અનુકૂળતા મુજબ શરૂ કરવામાં આવશે રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચ ને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવાનુ આયોજન પણ થયું છે જેને ધ્યાને રાખીને ખાસ ત્રણ દિવસનું વિશેષ આયોજન પણ કરવામાં આવશે.