Punjab,તા.17
પંજાબમાં ધારાસભા ચુંટણી સમયે પ્રચાર માટે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને તા.5 જાન્યુઆરી 2022ના જે રીતે ભારે વરસાદના કારણે સડક માર્ગ પર પ્રવાસ કરવાની ફરજ પડી અને પાક સજજ હુસેનીવાલા બોર્ડરથી ફકત 7 કી.મી. સુરજ માર્ગ વચ્ચે વડાપ્રધાનને કાફલાને પ્રદર્શનકારીઓ દ્વારા માર્ગ જામ કરવાથી 20 મીનીટ રોકાવાની જે ફરજ પડી હતી તેમાં હવે એફઆઈઆરમાં ભારતીય ફોજદારી ધારાની કલમ 307 પણ જોડવામાં આવી છે.
મતલબ કે જે રીતે વડાપ્રધાનના કાફલાને રોકવાની ફરજ પડી તે તેમની હત્યાના એક પ્રયાસ તરીકે જોડવામાં આવી રહ્યા છે અને તેથી તેને અત્યંત ગંભીરતાથી લેવાયુ છે. પોલીસે 24 લોકો સામે આ કલમ 307નો ઉપયોગ કર્યો છે.
આ કેસમાં જોડાયેલા એક વ્યક્તિએ ધરપકડથી બચવા ફિરોજપુર જીલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી તો અદાલતે એફઆઈઆરમાં કલમ 307 જોડી હોવાથી તેની આગોતરા જામીન અરજી રદ કરી હતી.
વડાપ્રધાનના કાફલાને જે રીતે અસુરક્ષિત ક્ષેત્રમાં 20 મીનીટ સુધી રોકી રાખવાની ફરજ પડી તે સંબંધી તપાસ માટે એક કમીટી રચાઈ હતી. જેણે આ સમગ્ર મામલાને વડાપ્રધાનની હત્યાના પ્રયાસ તરીકે જોઈને આ કલમ ઉમેરવા ભલામણ કરી હતી. ભારતીય ફોજદારી ધારાની આ કલમ 307 એ હત્યાના પ્રયાસ સંબંધી છે.
જેમાં કોઈ વ્યક્તિ અથવા સમૂહ જાણી જોઈને અથવા તો અજાણતા જ કોઈના જીવન લેવાની કોશીશ કરે કે તેવી પરીસ્થિતિ સર્જે તો તેની સામે આ કલમ ઉગારી શકાય છે જે કલમ હેઠળ આરોપીને ઓછામાં ઓછી 10 વર્ષ સુધીની સજા, મહતમ મૃત્યુદંડ અથવા આજીવન કારાવાસ અને દંડ પણ થઈ શકે છે. વડાપ્રધાન પંજાબના ફિરોજપુરમાં એક સેટેલાઈટ સેન્ટરના ઉદઘાટનમાં જવાના હતા પણ વરસાદના કારણે તેમને સડકમાર્ગ જવાની ફરજ પડી હતી.
તે સમયે ફિરોજપુરના ગાવઆરે આના પુલ પાસે કેટલાક લોકોએ વડાપ્રધાનના કાફલાને રોકી લીધો હતો જે એક ગંભીર બાબત હતી જયાં આ કાફલો રોકવામાં આવ્યો તે સ્થળથી પાક સાથેની સરહદ ફકત સાત કિમીજ દુર હતી અને મોદીને રેલીને સંબોધન વગર ભટીંડા પરત જવું પડયુ હતું. પોલીસે તે સમયે કલમ 283 (જાહેર માર્ગ પર વિધ્ન સર્જવા- ખતરો સર્જવા) ને કેસમાં લગાવી હતી પણ બાદમાં કેન્દ્ર સરકારે આ અંગે એક ઉચ્ચસ્તરીય તપાસ ટીમ રચી હતી.