New Delhi, તા.17
સુપ્રિમ કોર્ટે હાલમાં જ કમ્પલીશન અને ઓક્યુપન્સી સર્ટીફીકેટ વગરની મિલ્કત પર ધિરાણ કરવા મુદ્ે બેંકો પર લાદેલા પ્રતિબંધ સામે ઇન્ડિયન બેંક એસોસીએશન રિવ્ય અપીલ કરે તેવા સંકેત છે. આ નિર્ણય જુની મિલ્કતો તેમજ હેરીટેઝ જાહેર કરાઇ. મિલ્કતનો પણ લાગુ પડે છે જેને આ પ્રકારના સર્ટીફીકેટ ઇસ્યુ કરાયા નથી.
અનેક બેન્કોએ મિલ્કતો પર ધિરાણના મુદ્દે સુપ્રિમ કોર્ટનો આ નિયમ મુશ્કેલ સર્જી શકે તેમ છે અને તેથી બેન્કોના મિલ્કતો પરના ધિરાણને પણ અસર થશે. જે સૌથી સિક્યોર્ડ લોન માનવામાં આવે છે બિલ્ડર દ્વારા ઉભી કરાતી મિલ્કતોની સ્ટ્રક્ચર અને ફાયર સહિતની સલામતી ઉપરાંત જે પ્લાન ઓથોરીટી સમક્ષ રજુ થયો હતો.
તે મુજબનું જ બાંધકામ થયું છે અને કોઇ ગેરકાનૂની કે વધારાનું બાંધકામ થયું નથી તે ચકાસ્યા બાદ ઓથોરીટ ઓક્યુપન્સી અને કમ્પલીશન સર્ટીફીકેટ આપે છે. જો કે અત્યાર સુધી આ સર્ટીફીકેટ વગર પણ બેંકો ધિરાણ કરે છે અને 90 ટકા સુધીની લોન પેમેન્ટ કરે છે.
જો કે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ વ્યાપક જાહેર હિતનો હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને જુની મિલ્કતો કે વારસાગત મિલ્કતો અથવા તો હેરીટેજ સ્ટ્રક્ચર કે જેમાં ભૂતકાળમાં કમ્પલીશન સર્ટીફીકેટ અપાયા નથી તેમને ધિરાણ આપવા અંગે બેંકો પર પ્રતિબંધ આવી ગયો છે.
દેશભરમાં અનેક જુના મહેલો અને તેવી ઇમારતોને ફાઇવ સ્ટાર સહિતની હોટલોમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે પરંતુ તેની પાસે આ પ્રકારના કોઇ સર્ટીફીકેટ હોતા નથી. બેન્કો પ્રોપર્ટી સામેની લોનમાં જંગી ધિરાણ આ પ્રકારની હોટલોને પણ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના ચુકાદાના પગલે બેન્કો અને નોન બેન્કીંગ કંપનીઓ હવે સર્વોચ્ચ અદાલત સમક્ષ રીવ્યુ પીટશન કરશે અને તેમાં કેટલા સ્પષ્ટતાઓ માગશે. એટલું જ નહીં અનેક મિલ્કતોમાં બનાવટી કમ્પલીશન સર્ટીફીકેટ પણ ઇસ્યુ થાય છે તે સંદર્ભમાં સુપ્રિમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે અને જણાવ્યું છે કે, બેન્કો અને અન્ય નાણાંકીય સંસ્થાઓ કમ્પલીશન અને ઓક્યુપન્સી સર્ટીફીકેટની ચકાસણી કર્યા બાદ જ તેના પર ધિરાણ કરશે.
તેનો ભંગ કરનાર સામે અદાલતી કાર્યવાહી થઇ શકશે. ખાસ કરીને નાની બિઝનેસ લોનમાં 60 ટકા સુધીનું ધિરાણ જુની મિલ્કતો પરનું છે. આ જ રીતે નોન બેન્કીંગ ફાઇનાન્સ કંપનીઓ પણ જુની મીલ્કતો સામે ધિરાણ આપે છે.
જો કે બેન્કો હવે તાત્કાલીક રીતે આ પ્રકારના ધિરાણમાં જ્યાં કમ્પલીશન કે ઓક્યુપન્સી સર્ટીફીકેટ ન હોય તેને શરતી ધિરાણ કરશે અને જો તે આ સર્ટીફીકેટ પુરા પાડી ન શકે તો તેનું ધિરાણ પરત મેળવી લેવાશે.