Morbi,તા.17
મહેન્દ્રનગર ચોકડી પાસે જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસેથી આરોપી વિમલ વલ્લભદાસ વાગડીયા (ઉ.વ.૪૬) રહે ભવાની ચોક મોરબી વાળાને વરલી આંકડા લખી હારજીતનો જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ ૧૪૫૦ અને જુગાર સાહિત્ય કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે