અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગોઝારી ઘટના સર્જાઈ
Kheda,તા,18
ખેડા નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર રાત્રિ દરમિયાન ગાય આવી જતા કાર ચાલકે સ્ટિયરિંગ પથી કાબૂ ગુમાવ્યો કાર પલ્ટી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો બાલાસિનોરના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને કઠલાલ પોલીસે ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માતની ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ઇકો ગાડી અમદાવાદથી ઓઢવાડ જઈ રહી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. ગુરૂવારે મોડીરાતે પૂરપાટ જતી કારની વચ્ચે ગાય આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ અકસ્માતની જાણ થતા કઠલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કામગીરી હાથ ધરી છે. હાલ તમામ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા છે. આ સાથે ઇજાગ્રસ્ત વ્યક્તિને પણ સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલામાં લઈ જવામાં આવ્યો છે.

