રાજકોટ એરપોર્ટ ખાતે પેસેન્જર બેસાડવા બાબતે બે ટેક્સી ડ્રાયવર વચ્ચે થયેલા ડખ્ખામાં વડી અદાલતનું તારણ
Rajkot,તા,18
રાજકોટ પોલીસને એટ્રોસિટી એક્ટના દુરુપયોગને અટકાવી એટ્રોસિટી એક્ટને હાથો નહિ બનવા દેવા હાઇકોર્ટએ તાકીદ કરી છે. રાજકોટ એરપોર્ટ પર પેસેન્જર ભરવા બાબતે બે ટેક્સી ડ્રાયવર વચ્ચે થયેલી માથાકુટમાં નોંધાયેલી એટ્રોસિટી એક્ટની ફરિયાદની સુનાવણી દરમિયાન હાઇકોર્ટએ તાકીદ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે પોલીસ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમનો(એટ્રોસિટી એક્ટ)નો ઉપયોગ ગુનાઓને ગંભીર બનાવવા બદલ કરવામાં આવી રહ્યો છે તેવું અવલોકન કરી આ બાબતની ટીકા કરી હતી. અદાલતે વધુમાં નોંધ્યું હતું કે, જ્યારે મામલામાં જાતિગત અપમાન અથવા દુર્વ્યવહારના કોઈ ઉચ્ચારણ સામેલ નહિ હોવાથી રાજકોટના ટેક્સી ડ્રાયવર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી અદાલતે અટકાવી દીધી હતી.
ઝપાઝપીના કિસ્સામાં આ અધિનિયમનો ઉપયોગ કરવા બદલ ન્યાયાધીશ સંદીપ ભટ્ટે જણાવ્યું હતું કે, આ કોર્ટે વારંવાર અવલોકન કર્યું છે કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ વ્યક્તિની જાતિ સંબંધિત કોઈ ચોક્કસ શબ્દ વિનાની ઘટના બને છે,
હાઇકોર્ટ સમક્ષના કેસમાં ટેક્સી ડ્રાઈવર માત્રા સુસરાનો સમાવેશ થાય છે, જેને રાજકોટ એરપોર્ટ પર અન્ય ડ્રાઇવર સાથે પેસેન્જર ભરવા બાબતે ઝપાઝપી થઇ હતી. ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) હેઠળ સુસરા સામે ઈજા પહોંચાડવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી હતી. બીજો ડ્રાઇવર અનુસૂચિત જાતિનો હોવાથી, સુસરા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
જયારે સુસરાએ ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેના વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને દલીલ કરી હતી કે અત્યાચારના આરોપો ફક્ત ગુનાને વધુ ગંભીર અને બિનજામીનપાત્ર બનાવવા માટે લાદવામાં આવ્યા હતા અને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ સમાન છે, કારણ કે આ ઘટનામાં કોઈ જાતિ પ્રોફાઇલિંગ સામેલ નથી.
હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ જારી કરીને 4 માર્ચ સુધીમાં તેમના જવાબો માંગ્યા છે અને ત્યાં સુધી પોલીસને સુસરા સામે કોઈ કાર્યવાહી નહિ કરવાનો આદેશ આપ્યો છે. જો કે હાઇકોર્ટએ પોલીસને કાયદા અનુસાર બીએનએસની કલમો હેઠળના ગુનાની તપાસ આગળ વધારવાની મંજૂરી આપી છે.