Morbiતા.18
નવાડેલા રોડ પર વેપારી યુવાનને ત્રણ ઇસમોએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો અગાઉ કરેલી અરજીનો ખાર રાખી વેપારીને માર મારી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના શનાળા રોડ પર વિશ્વકર્મા પાર્કમાં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણીએ આરોપી ચિરાગ ઉર્ફે જીગો વિનોદ ખખ્ખર, કાનાભાઈ વિનોદભાઈ ખખ્ખર અને જયરાજ કાનાભાઈ રહે તમામ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી મિથુનભાઈએ અગાઉ આરોપી ચિરાગ પાસેથી રૂપિયા લીધા હતા જે બાબતે પોલીસમાં અરજી કરી હતી અને ત્યારે સમાધાન થઇ ગયું હતું જે બાબતનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ વેપારીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી તેમજ ઢીકા પાટું માર માર્યો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે