Morbi,તા.30
મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ નદીમાં ગંદકી બેફામ જોવા મળી રહી છે નદીના પટમાં પણ ફાટફાટ ગંદકીના થર જામ્યા છે ત્યારે આજે મહાપાલિકા તંત્રએ મચ્છુ નદીની સફાઈનું અભિયાન શરુ કર્યું હતું
મોરબી જીલ્લા કલેકટર અને મ્યુનીસીપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં મહાપાલિકા તંત્રએ મચ્છુ નદીનું સફાઈ અભિયાન શરુ કર્યું છે શહેરના બેઠા પુલ પાસેથી સફાઈના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા જેમાં તંત્રને સહયોગ આપવા માટે મોરબીવાસીઓ પણ હોશેભેર જોડાયા હતા નદીને જયારે માતાનો દરજ્જો આપવામાં આવતો હોય ત્યારે મચ્છુ નદીમાં ગંદકી હોય તે કેમ ચાલે ? આમ દેર આયે દુરસ્ત આયે સમાન મોરબી મહાપાલિકા તંત્રએ આખરે નદીને સાફ કરવાની ઝુંબેશ શરુ કરી છે જેથી નગરજનોમાં ખુશીનો માહોલ છવાયો છે