સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો નીતનવા અખતરા અપનાવતા હોય છે, આવો એક વીડિયો વાયરલ થયો છે
Satara, તા.૪
મહારાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવતી ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી, ત્યારે સ્થાનિક લોકોને તેની જાણ થતાં યુવતીનું રેક્સ્યુ ઓપરેશન કરીને તેનો જીવ બચાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે રાયગઢ જિલ્લામાં ૨.૮૦ લાખ ફોલોઅર્સ ધરાવતી એક ટ્રાવેલ ઈન્ફ્યુએન્સરનું રીલ બનાવવાના ચક્કરમાં ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ, હવામાન વિભાગે મહારાષ્ટ્રના આજે (૦૪ ઓગસ્ટ) પાલઘર, પૂણે અને સતારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે તિભારે વરસાદી માહોલને લઈને લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો નીતનવા અખતરા અપનાવતા હોય છે, આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહાષ્ટ્રના સતારામાં સેલ્ફી લેતી વખતે એક યુવતી ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જ્યારે લોકોને આ વાતની જાણ થતાં યુવતીને બચાવવાની રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વીડિયોમાં જોવા મળે છે એક યુવતીને દોરડાની મદદથી એક વ્યક્તિ દ્વારા ખીણમાંથી બહાર નીકાળવામાં આવી રહી છે. યુવતીનું રેસ્ક્યુ કર્યા પછી તેને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુવતીને ખીણમાંથી રેસ્ક્યુ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો ક્રેઝ વધવાની સાથે અમુક લોકો પોતાનો જીવ પણ મુશ્કેલીમાં મુકી દેતાં હોય છે. જેમાં સેલ્ફી અને રીલ બનાવવાની ચક્કરમાં અમુક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ટ્રાવેલ ઈન્ફ્યુએન્સર આનવી કામદારનું ખીણમાં પડી જવાથી મોત થયું હતું. આનવી રાયગઢ જિલ્લાના પ્રખ્યાત કુંભે ઝરણાને જોવા માટે ગઈ ત્યારે ઈન્ટાગ્રામમાં રીલ બનાવવા માટે શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન તેને પગ લપસી જતાં તે ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આનવી વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટ છે અને તેના ઈન્ટાગ્રામમાં ૨.૮૦ લાખ ફોલોઅર્સ ધરાવે છે.