સામાન્ય રીતે આજનો યુવાધન નશો કરવાનો શોખીન હોય છે એક વાર નશાની લત લાગી જાય તો તેને કોઇપણ સંજોગોમાં નશો કરવો જ પડે છે અને જે દેશની યુવા પેઢીને સાવ શક્તિવિહીન કરી નાંખે છે દેશમાં ધણા પ્રકારના નશાની ચીજવસ્તુઓનો વેપાર થાય છે જે લોકોની અધોગતિ નોતરે છે.નેચરલ ડ્રગ્સ ( ભાંગ, ચરસ, ગાંજા અફિણ, કોકોપતિ )સેમી સીન્થેટીક ડ્રગ્સ ( હેરોઇન, કોકેઇન )સીન્થેટીક ડ્રગ્સ ( એમફીટામાઇન, એકસટેસી, એલએસડી, એમડીએમએ.નેચરલ ડ્રગ્સમાં કેમીકલ ઉમેરવા પડે છે અને આ રીતે નવાનવા ડ્રગ્સ તૈયાર થાય છે. અલગ અલગ ડ્રગ્સ કેવી રીતે તૈયાર થાય છે તેની માહિતી નીચે મુજબ છે.અફિણની કેમીકલ પ્રકીયા પછી હેરોઇન બને છે જેને મોનોરંજનનો નશો પણ કહેવામાં આવે દુનિયામાં સૌથી ખતરનાખ નશો હેરોઇનનો છે જે સૌથી વધુ ઉતેજના માટે ઉપયોગ કરવામાં આવે છે.હેરોઇન પછી સૌથી ખતરનાખ નશો હોય તે કોકેઇનનો છે જે ઇન્જેકશન કે પછી સીગારેટ મારફતે લેવામાં આવે છે આ નશોની અસર એક કલાક સુધી તેનો નશો રહે છે. જે સૌથી વધુ ખેલકુદમાં ઉપયોગમાં લેવાય છે ત્યારે ઉત્તેજના માટે આ નશો કરવામાં આવે છે.શરીરમાં ઉતેજના લાવવી કે પછી મનને ભ્રમિત કરવા માટે કે પછી ડેટ રેપ માટે આ નશાનો ઉપયોગ થાય છે જે નશા પુરતુ સીમીત નથી જે નોતરે છે યુવાધનોની બરબાદી નેચરલ ડ્રગની ખેતી થાય છે જેમાં અફિણ અને કોકોપતિને કેમીકલ પ્રોસેસમાંથી હેરોઇન અને કોકેઇન બનાવાય છે ત્યારે બીજા સીથેન્ટીક ડ્રગ્સ ફેકટરીમાં બને છે જે માત્ર કેમીકલોના ઉપયોગથી બનતા હોય છે.સિન્થેટિક ડ્રગ આજના યુવાનોમાં પોપ્યુલર છે.
એ તો લોકો જાણે છે કે વિશ્વભરમાં નશાનો કારોબાર ધુમ ચાલે છે અને આ નેટવર્ક ચલાવનાર કોણ છે અને કયા માફીયાઓ છે જે યુવાધનોને બરબાદ કરી રહ્યા છે. દેશના યુવાનોના શરીરમાં લોહીની જગ્યાએ ઝેર દોડતુ કરનાર આ ડ્રગ્સ માફીયાઓ આજે પણ બેખૌફ ફરી રહ્યા છે અને દેશની આતંરિક શક્તિને ખોખલી કરી રહ્યા છે આ માફીયાઓનો ઉદ્દેશ રુપિયા કમાવાનો અને યુવાનોના શરીરમાં તેમણે વેચેલા ઝેરને ફેલાવાનો છે દેશ બહાર બેઠાબેઠા કરે છે. આ નશીલા દ્રવ્યો દેશ બહારથી આવે છે ત્યારે ધણાખરા નશીલા દ્રવ્યોની દેશમાં જ ખેતી થાય છે.અફિણ અફધાનિસ્તાનથી આવે છે અને લોકો દેશમાં પણ કરે છે અફિણની ખેતી.દુનિયામાં અફધાનિસ્તાન, પાકિસ્તાન અને અરબ દેશોમાં આ સૌથી વધુ હેરોઇન વેચાય છે ભારતમાં આ હેરાઇન પંજાબ અને રાજ્સ્થાન સરહદ ઉપરથી આવે છે અને ત્યારબાદ તેમના ડીલરો મારફતે નિયત કરેલી જગ્યાએ જાય છે જોકે હેરોઇન અફિણમાંથી બનતુ હોવાના કારણે ભારતમાં પણ ત્રણ રાજ્યોમાં તેની ખેતી થાય છે જોકે તેની નોધ સરકાર કરે છે.દુનિયામાં કોકેઇન દક્ષિણ અમેરીકા અને નાઇઝિરીયાથી આવે છે દરિયાઇ બોર્ડર વટાવીને કે પછી સીમા સરહદને વટાવીને કોકેઇન અલગઅલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને લાવવામાં આવે છે જે મુંબઇ, ગોવા દિલ્હી જેવા મોટા શહેરોમાં તેનુ ધુમ વેચાણ છે.ચરસ માટે બીજા દેશમાં જવાની જરૂર નથી તે કાશ્મીરમાં સૌથી વધુ થાય છે કુરીયર કે પછી કારમાં સ્પેશીલ જગ્યા બનાવીને તેની દાણચોરી થાય છે દેશના તમામ નાની મોટી જગ્યાએ ચરસ આસાનીથી મળી જાય છે. ગાંજો મોટા ભાગે ઓરીસ્સા, આધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં ગેરકાયદેસર રીતે પેદા કરે છે દેશમાં તેની દાણચોરી ટ્રેન મારફતે થાય છે જો કે સૌથી સસ્તો નશો હોવાના કારણે તેને ટ્રેન મારફતે દેશના ખુણે ખુણે પહોચાડવામા આવે છે. એમફીટામાઇન ,એલએસડી ,એમડીએમએ આ ત્રણ પ્રકારની સીથેટીક ડ્રગ નાની નાની ફેકટરીઓમાં બનાવવામાં આવે છે જેના કેમીકલ એટલા મોધા હોય છે કે તેની વેચાણ કિમત વધી જાય છે આ પ્રકારના ડ્રગ દવાની કેપ્સુલ જેવા હોય છે જે મોટા ભાગે પાર્ટીઓમાં ઉપયોગ થાય છે.ચરસ, ગાંજો અને કોકેઇન દેશમાંથી જ આવે છે.આ ડ્રગ્સની લતે ચઢેલા લોકો પોતાનુ જીવન બરબાદ કરે છે સાથોસાથ ગુનાખોરીને પણ અંજામ આપે છે નશીલા દ્રવ્યોની કિમતજ એટલી વધારે હોય છે કે જેને ખરીદવા માટે લોકો ગમેતે હદ સુધી જતા હોય છે ચોરી લુંટ અને હત્યા પણ કરતા પણ અચકાત હોતા નથી આ ડ્રગ્સની ઇન્ટરનેશનલ માર્કેટ પ્રાઇઝ કરોડોની હોય છે. યુવાનીનું મોત એટલે નશો. નાની ઉમરે ડ્રગ્સના નશાએ ચઢેલા વ્યકિતઓ મોતને ભેટતા હોય છે અને શરીરમાં રોગનુ ધર કરતા હોય છે.હાઇપ્રોફાઇલ વ્યકિતઓ થી લઇને નીચલા વર્ગના તમામ લોકો ડ્રગ્સનો નશો કરે છે જે શરીર માટે હાનિકારક છે. અલગ અલગ ડ્રગ્સના નશાના કારણે થોડાક સમયની ખુશીતો મળે છે. સાથોસાથ લાંબાગાળે તે નુકશાનકારક છે.હેરોઇન અને કોકેઇન લેવાથી મૃત્યુ થાય છે કેન્સર થાય છે શરીરની એકટીવીટ ધીમી થઇ જાય છે માલન્યુટ્રીશયન હાર્ટટ્રેડ ડાઉન થાય છે અંતે નશો છુટતો નથી અને થાય છે મોત.ગાંજો ચરસ લેવાથી નશાખોરો સાઇકીક પેશન્ટ થાય છે. તેમને મનોરોગ થાય છે અને તેમનો સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને પરેશાની વધી જાય છે. આ નશીલા દ્રવ્યો બરબાદ કરે છે
Trending
- એક જ ચિતા પર અમારા અગ્નિસંસ્કાર કરજો.. પતિ-પત્નીએ સજોડે આત્મહત્યા કરી
- Kumar Sangakkara ને રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
- Masood Azhar કહે છે કે તે એલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ કરતા પણ વધુ ધનવાન છે
- 18 નવેમ્બર નું પંચાંગ
- 18 નવેમ્બર નું રાશિફળ
- સોગંદનામામાં ફક્ત પ્રતિબદ્ધતા વ્યક્ત ન કરો, જમીની કાર્યવાહી દૃશ્યમાન હોવી જોઈએઃ Supreme Court
- Jammu and Kashmir નો ગુસ્સો હવે લાલ કિલ્લા પર દેખાય છે,મહેબૂબા મુફ્તી
- બે પાન કાર્ડ રાખવા બદલ Azam Khanઅને તેમના પુત્રને સાત વર્ષની જેલની સજા
Related Posts
Add A Comment

