New Delhi,તા.01
આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ પુર્વે જ સરકારે રાહત આપતા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂા.7નો ઘટાડો કર્યો છે. જેના કારણે દિલ્હીમાં નવા ભાવ હવે પ્રતિ સિલિન્ડર રૂા.1797 થયા છે.
જો કે ઘરેલું ગેસ સિલિન્ડર જ 14.5 કિલોના આવે છે તેના ભાવ યથાવત રખાયા છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દર મહિને ગેસના ભાવની સમીક્ષા કરીને આંતરરાષ્ટ્રીય ઉપરાંત ઘરેલુ ગેસની પડતર કિંમતના સંદર્ભમાં નવા ભાવ નિશ્ચિત કરે છે.
અગાઉ જાન્યુઆરી માસમાં પણ રૂા.14.50નો ઘટાડો થયો હતો અને આંતરરાષ્ટ્રીય બજારોમાં જે રીતે હાલ ઓઈલ કિંમતોમાં થોડો ઘટાડો થયો છે તેની અસર ગેસના ભાવ પર પણ થઈ છે.