Mumbai ,તા.6
અભિષેક બચ્ચને 5 ફેબ્રુઆરીએ પોતાનો 49 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે, જ્યારે ચાહકો અને પરિવારનાં સભ્યોએ અભિષેક પર ઘણો પ્રેમ લૂંટાવ્યો હતો, ત્યારે પત્ની ઐશ્વર્યા રાયે પણ તેનાં પતિનાં જન્મદિવસ પર અભિષેકનો બાળપણનો ફોટા શેર કરીને શુભેચ્છા પાઠવી હતી.
ઐશ્વર્યાએ અભિષેકનો બાળપણનો ફોટો તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો સાથે લખ્યું કે ’તમને બર્થ ડે મુબારક, તમને ઘણી ખુશીઓ મળે, સારું સ્વાસ્થ્ય રહે અને ભગવાન તમને આશીર્વાદ આપે.’ ઐશ્વર્યાની આ પોસ્ટ પર ચાહકોની ઘણી ટિપ્પણીઓ છે. તેઓ અભિષેક અને ઐશ્વર્યાને શુભેચ્છાઓ આપી રહ્યાં છે.
જો કે, ચાહકોએ માંગ કરી કે, ઐશ્વર્યા અભિષેક સાથેનો પોતાનો ફોટો શેર કરે. ચાહકોએ પણ આ પ્રસંગે ઐશ્વર્યાની પ્રશંસા કરી છે. એક ચાહકે લખ્યું કે, ’તેનાં જીવનમાં જે પણ થઈ રહ્યું છે, ઐશ્વર્યા તેની ઉદારતા જાળવવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી.’
વર્ષ 2024 માં, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના અહેવાલોએ ખૂબ વાયરલ થયાં હતાં. જ્યારે ઐશ્વર્યા અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં એકલી ગઈ જ્યારે બચ્ચન પરિવાર અલગથી પહોંચ્યો, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કંઈપણ સારું ચાલી રહ્યું નથી.
પરંતુ તે પછી છૂટાછેડાના સમાચારોનો અંત આવ્યો, જ્યારે અભિષેક અને ઐશ્વર્યાએ સાથે આરાધ્યાના જન્મદિવસની ઉજવણી કરી અને પછી તેની શાળાના કાર્યક્રમમાં પણ સાથે પહોંચ્યાં હતાં.