રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૨૭૧ સામે ૭૮૫૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૮૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૦૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૭૨ સામે ૨૩૮૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૬૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૬૮૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્વમાં ગીવ એન્ડ ટેકનો વ્યુહ અખત્યાર કરીને મેક્સિકો, કેનેડા પર ટેરિફ એક મહિના મોકૂફ રાખ્યા સામે ચાઈના પરની ભીંસ ચાલુ રાખતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાગુ કરીને યુ.એસ. વિરૂધ્ધ ચાઈના વૈશ્વિક યુદ્વના મંડાણ થવાના સ્પષ્ટ સંકેત વચ્ચે એડવાન્ટેજ ભારત બની રહેવાના પોઝિટીવ પરિબળે સપ્તાહના આરંભમાં મજબૂતી બાદ આજે સતત બીજા દિવસે તેજીને વિરામ આપવામાં આવ્યો હતો. ચાઈનાને ચેકમેટ કરવા અમેરિકા હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન મોટી બિઝનેસ ડિલ કરે એવી જોવાતી શકયતા સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ સમીક્ષાને લઈ ૭, ફેબ્રુઆરીના ૦.૨૫% વ્યાજ દર ઘટાડો અપેક્ષિત હોઈ ત્યારે દરેક ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ટ્રમ્પના આગમન પછી ટ્રેડવોર સહિતની વિવિધ અનિશ્ચિતતાઓ સર્જાતાં ડૉલર સામે રૂપિયો વધુ તૂટી ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, હેલ્થકેર, સર્વિસ અને બેંકેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૦ અને વધનારની સંખ્યા ૧૯૦૮ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ ૧.૭૨%, ઇન્ફોસિસ લી. ૦.૯૪%, એકસિસ બેન્ક ૦.૭૧%, એચસીએલ ટેકનોલોજી ૦.૬૦%, ટેક મહિન્દ્ર ૦.૫૮%, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૪૫%, એચડીએફસી બેન્ક ૦.૪૧%, આઈસીઆઈસીબેન્ક ૦.૩૭%, કોટક બેન્ક ૦.૩૦% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૭% વધ્યા હતા, જયારે ભારતી એરટેલ ૨.૪૭%, ટાઈટન કંપની ૨.૨૮%, એનટીપીસી લી. ૨.૧૩%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૭૯%, આઈટીસી લી. ૧.૫૩%, ટાટા સ્ટીલ ૧.૩૮%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૨૦%, ટાટા મોટર્સ ૧.૦૭% અને ઝોમેટો લિ. ૦.૯૫% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી ૭ ફેબ્રુઆરીએ લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે. મોનેટરી પોલિસી કમિટીએ મે ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત ૧૧ મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન મે ૨૦૨૦માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કરવામાં આવ્યો હતો.
બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪% થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં છૂટક ફુગાવો સરેરાશ ૪% રહી શકે છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ૪.૫%થી નીચે રહી શકે છે. સામાન્ય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોની તિજોરી પર વધુ અસર નહીં થાય, જે હકારાત્મક છે. ડિસેમ્બર માસમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના ૭.૨%થી ઘટાડીને ૬.૬% કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ ૪.૫%થી વધારીને ૪.૮% કર્યો હતો.
તા.૦૭.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૬.૦૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૬૮૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૫૭૦ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૭૩૭ પોઈન્ટ થી ૨૩૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૦૬.૦૨.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૬૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૦૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૭૩૭ પોઈન્ટ થી ૫૦૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ઈન્ફોસિસ લિ. ( ૧૯૨૩ ) :- ઈન્ફોસિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૬૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૪૪ થી રૂ.૧૯૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચડીએફસી બેન્ક ( ૧૭૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૦૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૬૪ થી રૂ.૧૭૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- એચસીએલ ટેક્નોલોજી ( ૧૭૨૮ ) :- રૂ.૧૬૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૬૭૩ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૪૮ થી રૂ.૧૭૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ટેક મહિન્દ્ર ( ૧૬૭૫ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૩ થી રૂ.૧૭૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૯૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૫૩૦ સ્ટોપલોસ આસપાસ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૬૦૮ થી રૂ.૧૬૨૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૨૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૯૩ આસપાસ વેચવાલી થકી રૂ.૨૨૨૩ થી રૂ.૨૨૦૮ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ઓબેરોય રિયલ્ટી ( ૧૭૯૬ ) :- રૂ.૧૮૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૩૮ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૯૨૪ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૬૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૯૮ થી રૂ.૧૮૮૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૭૮ ) :- રૂ.૧૩૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૧૮ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.