Morbi, તા.06
મોરબી શહેરમાં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે મહાનગરપાલિકા બનાવ્યા છતાં હજુ નાગરિકોની ફરિયાદો સતત જોવા મળી રહી છે જેમાં વિજયનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસી જતા હોવાની રાવ લઈને મહિલાઓનો મોરચો મહાનગરપાલિકા કચેરીએ દોડી ગયો હતો અને તંત્રને રજૂઆત કરી હતી
મોરબીના વિજયનગરમાં છેલ્લા છ માસથી ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવી ના હોવાથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે અને અહી વસતા નાગરિકોના ઘરોમાં ઘુસી જતા હોવાથી કંટાળી ગયેલી મહિલાઓએ આજે મહાપાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો હતો મહિલાઓનું ટોળું કચેરીએ દોડી ગયું હતું અને આક્રોશ સાથે રજૂઆત કરી હતી ત્યારે તંત્ર આજે થશે, કાલે થશે તેવા આશ્વાસન આપી ટોળાને પરત મોકલી દેતું હોય છે પરંતુ શ્રમિક વિસ્તારમાં રહીશો રોજનું કમાઈ રોજ ખાતા હોય છે ત્યારે કામ ધંધા મૂકી કચેરીએ ધક્કા થાય તો રોજીરોટીને અસર થાય છે તે તંત્ર ક્યારે સમજશે તે મોટો પ્રશ્ન છે