Rajkot, તા.06
સલામત સવારી એસટી અમારીના સ્લોગનો બોલવામાં અને વાંચવામાં બહુ સારા લાગે છે પરંતુ જમીની હકીકત સાથે તેને કોઈ લેવાદેવા ના હોય તેવો ઘાટ જોવા મળે છે એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો અવારનવાર બસ બંધ પડી જતા રઝળી પડતા હોય છે આજે માળિયાના ખીરઈ નજીક એસટી બસમાં પંચર પડતા મુસાફરો એક કલાકથી વધુ સમય સુધી રઝળી પડ્યા હતા
રાજકોટથી મુન્દ્રા રૂટની બસ આજે મોરબી જીલ્લામાંથી પસાર થતી હતી ત્યારે માળિયા તાલુકાના ખીરઈ ગામ નજીક બસમાં પંચર પડી ગયું હતું જેથી બસ બંધ પડી જતા એક કલાક કરતા વધુ સમય મુસાફરો રઝળી પડ્યા હતા અન્ય બસો ખીચોખીચ ભરીને આવતી હોવાથી મુસાફરોને અન્ય બસમાં શિફ્ટ કરવાનું કામ મુશ્કેલ બન્યું હતું એસટીની બસ જયારે બંધ પડે ત્યારે અન્ય બસમાં મુસાફરોને ચડાવી દેવામાં આવે છે જોકે પહેલેથી ભરેલી બસમાં આ મુસાફરોને ઉભા ઉભા મુસાફરી કરવાનો વારો આવતો હોય છે એસટી તંત્ર ક્યારે સુધરશે અને મુસાફરોની પીડા ક્યારે સમજશે તે મોટો પ્રશ્ન છે