Morbi, તા.06
ગારીડા ગામે આવેલ ફેકટરીમાં રસોઈ બનાવતી વેળાએ ગેસ લીક થતા બ્લાસ્ટ થયો હતો જેને પગલે ૬૦ વર્ષીય વૃદ્ધ શરીરે દાઝી જતા મોત થયું હતું
વાંકાનેર તાલુકાના ગારીડા ગામે આવેલ સનરાઈઝ સ્ટીલ પ્રાઈવેટ લીમીટેડ ફેકટરીમાં રહીને કામ કરતા કુલદીપસિંહ બક્ષિશસિંહ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૨૧-૦૧ ના રોજ રસોઈ બનાવતા હતા ત્યારે ગેસ લીક થતા બ્લાસ્ટ થયો હતો જેને પગલે કુલદીપસિંહ આખા શરીરે દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે