સમાજ જાગૃતતા ના કાર્યક્રમમાં ભેટો થયેલા અમદાવાદી એ ગાંધીનગર સચિવાલયમાં સેટિંગ હોવાનું કહી છેતરપિંડી કરી
Vichiya,તા.06
વિછીયા તાલુકાના ખારચીયા ગામના યુવાન સહિત બે રોજગારો સાથે અમદાવાદના યુવાને આરોગ્યમના મેલેરીયા વિભાગમાં નોકરી અપાવી દેવાના બહાને રૂપિયા દસ લાખની છેતરપિંડી આચાર્ય અંગેની વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ તાલુકાના ખારચિયા ગામે રહેતા રમેશ નશાભાઈ પંચાળા નામના યુવાને મૂળ બાવળા તાલુકાના કેચરડી ગામનો વતની અને હાલ અમદાવાદના રામોલ રોડ પર રહેતા રણજીત મનુભાઈ સોલંકી એ નોકરી અપાવી દેવાના બહાને બેરોજગારો સાથે રૂપિયા દસ લાખની છેતરપિંડી આચાર્ય અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિછીયાના બોટાદ રોડ પર આવેલી કોળી સમાજ ભવન ખાતે સમાજ જાગૃતિના કાર્યક્રમમાં આવતા હતા જેથી રણજીતભાઈ ને સાથે ઓળખાણ થઈ હતી બાદ હું મેલરીયા વિભાગની પરીક્ષા ની તૈયારી કરતો હોય તે રણજીતભાઈ રમેશભાઈ પંચાલાને એકાંતમાં બોલાવી તમારે પરીક્ષા પાસ કરવી હોય તો પાંચ લાખ રૂપિયા આપવા પડશે અને ગાંધીનગર સારા છેડા છે અને હું તમારું ચેટિંગ કરાવી આપીશ હાથી રમેશભાઈ પંચાલ અને તેના મિત્ર હસમુખભાઈ પરસોત્તમભાઈ ગોહેલ બંને ફોન પણ વાત કરી બાદ બાવળા માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવેલા હતા ત્યાં તમારે પરીક્ષામાં સેટિંગ કરવું હોય તો પાંચ પાંચ લાખ રૂપિયા આપવા પડશે અને એડવાન્સમાં ટોકન પેટે ₹1.50 લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. પીએમ આંગણીયા મારફતે આઠ લાખ રૂપિયા મોકલ્યા તને બે લાખ રૂપિયા મિત્ર દીપકભાઈ ના બેન્ક ખાતા મારફતે મોકલી આપ્યા હતા. બાદ પરીક્ષા પૂર્ણ થયા બાદ મેરીટમાં નામ ન આવતા જાણ કરતા એક મહિના પછી તમારું નામ આવી જશે તેમ કહ્યું હતું. બાદ રણજીતભાઈ થોડા દિવસ રાહ જુઓ થોડો સમય રાહ જોયા બાદ દસ લાખ પરત માગતા રણજીતભાઈ પાંચ પાંચ લાખના બે ચેક આપ્યા હતા જેથી બંને ચેકો બેંકમાંથી વગર વસુલાતે પરત પત્તા વીંછીયા ની અદાલતમાં ચેક રીટર્ન અંગેની ફરિયાદ દાખલ કરી હતી અને આજ સુધી પૈસા પરત ન આપતા અંતે વિછીયા ની પોલીસ મથકમાં રણજીત મનુ સોલંકી વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી રણજીત સોલંકી ની શોધ ખોળા ધરી છે આ ઉપરાંત અનેક ગીર સોમનાથ સહિત અનેક પંથકના યુવાનોને શિકાર બનાવ્યા અંગેની જાણવા મળેલ છે.