Veraval,તા,07
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન સબબ ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટરને પકડી અંદાજિત રૂ. ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મુદ્દામાલમાં મોજે.રાતડ, તા.ગીર ગઢડા ખાતેથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ એક ટ્રેકટર પકડી પાડવામાં આવ્યું હતું.
આ જ રીતે રાતડ, તા.ગીર ગઢડા ખાતે આવેલ ખાનગી માલિકીની બે અલગ-અલગ જગ્યાએથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર ખનીજના ગેરકાયદેસર ખનન સબબ છ ચકરડી મશીન અને બે જનરેટર મશીન પકડી પાડવામાં આવ્યાં હતાં.જપ્ત કરેલાં આ મુદ્દામાલને નાયબ કલેક્ટર કચેરી ક્મ્પાઉન્ડ, ઉના ખાતે રાખવામાં આવ્યો છે.