rajkot,તા,07
શ્રી વી.એમ. મહેતા ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ,આણંદપર દ્વારા ‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં રાજકોટ સ્થિત શાશ્વત હૉસ્પિટલ સાથે સંકળાયેલ કેન્સર નિષ્ણાંત ડૉ. સુજય રાઈનચવર અને આઈ.આઈ.એ.આર.એચ. માં શાલાક્યતંત્ર વિભાગના વિભાગાધ્યક્ષ તેમજ પ્રો. ડૉ. ભાવના જોશી દ્વારા કેન્સર રોગ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ સેમિનારની શરૂઆત શ્રી વી.એમ.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ કૉલેજના આચાર્ય શ્રી ડૉ. રવિકાંત ગોયલ, એલ.આર. શાહ હોમિયોપથી કૉલેજના આચાર્ય શ્રી ડૉ. ભાસ્કર ભટ્ટ તેમજ અન્ય શિક્ષકોની હાજરીમાં ધન્વંતરિ વંદનાથી કરવામાં આવી. ત્યાર બાદ ડો. સુજય દ્વારા એલોપેથી વિજ્ઞાનમાં થતી કેન્સર વિશેની સારવાર વિશે માહિતી પૂરી પાડી હતી તેમજ વિદ્યાર્થીના પ્રશ્નોના નિવારણ કર્યા હતા. ત્યાર બાદ તેમના જ સહાયક ડૉક્ટર દ્વારા મહિલાઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સર વિશે ટૂંકમાં માહિતી આપી અને તેને રોકવા માટેના ઉપાયો વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત અથર્વ હોસ્પિટલના માનનીય ડૉક્ટર તેમજ પ્રો. ડૉ. ભાવના જોશી દ્વારા આયુર્વેદ મુજબ કેન્સરના કારણો, લક્ષણો તેમજ તેની ચિકિત્સા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ જ્ઞાનસભર સેમિનારમાં આયુર્વેદ કૉલેજના તેમજ હોમિયોપેથી કૉલેજના દરેક વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ તેમજ સમગ્ર પ્રધ્યાપક ગણ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ ગાર્ડી વિદ્યાપીઠ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયભાઈ મહેતા તેમજ શ્રી વી.એમ.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના આચાર્ય શ્રી ડૉ. રવિકાંત ગોયલ સાહેબે સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.