કર્મચારીએ પોતાની ગરદન પર કંપનીના લોગોનું ટેટૂ બનાવ્યું
જો કોઈ કર્મચારી તેના કામ પ્રત્યે વફાદાર હોય છે અને તેની કંપનીને પણ પસંદ કરે છે, તો તે કંપની પ્રત્યેનો પોતાનો પ્રેમ ઘણી રીતે દર્શાવે છે. ઘણા લોકો વર્ષો સુધી એક જ કંપનીમાં કામ કરે છે, કેટલાક લોકો ઓવરટાઇમ પણ કરે છે જેથી કામ સમયમર્યાદા સુધીમાં પૂર્ણ થઈ શકે અથવા કંપની મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હોય તો પણ તેને છોડતા નથી.
પરંતુ કેનેડામાં રહેતા મૂળ ભારતીય વ્યક્તિએ આ બધાથી આગળ વધીને કંઈક એવું કર્યું છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. 2007થી એક જ કંપનીમાં કામ કરી રહેલા રામિન્દર ગ્રેવાલ એક જ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજરથી માંડીને પાર્ટનર અને પ્રેસિડેન્ટ બન્યા અને હવે કંપની તેમના માટે કેટલી મહત્વની છે તે બતાવવા માટે તેણે પોતાના ગળા પર કંપનીના લોગોનું ટેટૂ કરાવ્યું છે.
રામિંદરે ગરદનની બાજુમાં બનેલા આ ટેટૂની તસવીર પોતાના લિંક્ડિન પર શેર કરી છે. આ એક બોલ્ડ અને કાયમી ટેટૂ છે, જે ક્ષણે રામિંદરે તેની તસવીર શેર કરી, ત્યારબાદથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ ગયું છે. પોસ્ટ શેર કરતી વખતે, રામિંદરે કેપ્શનમાં પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી છે.
તેણે લખ્યું છે- ’જ્યારે તમને તમારી ટીમ, કામ અને મિશન પર ગર્વ હોય છે, ત્યારે તમે તેને હંમેશા તમારી સાથે રાખો છો. કેટલાક લોકો તેમની લાગણીઓ દર્શાવવામાં જરાય શરમાતા નથી અને હું તેનાથી પણ ઉપર છું આથી ખુલ્લેઆમ કર્યું છે. આ પોસ્ટ વાઈરલ થતાં જ ઘણા લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.