Rajkot,તા.07
શહેરના માલવિયા નગર પોલીસ મથક વિસ્તારમાં થી 15 વર્ષ પહેલા હથિયાર સાથે ઝડપાયેલા સામેનો કેસ ચાલી જતા અદાલતે ખોડા ધના જોગરાણાને શંકા નો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના 150 ફૂટ રીંગરોડ નજીક ખોડીયારનગરમા રહેતા ખોડા ધના જોગરાણા નામના શખ્સ પાસે હથિયાર હોવાની ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પીઆઇ દિગુભા વાઘેલા અને આર કે જાડેજા સહિતના સ્ટાફે દરોળો પાણી ખોડા જોગરાણા ના કબજા માંથી તમંચો મળી આવતા ધરપકડ કરી હતી. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા સરકાર પક્ષે ૬ સાહેદો અને ૧૪ દસ્તાવેજી પુરાવા ઉપર આધાર રાખી એવી રજુઆત કરેલ કે, એફ.એસ.એલના રીપોર્ટના આધારે, એફ.એસ.એલ અધીકારી ની જુબાની થયેલ છે જે રમકડાની પીસ્તોલ હતી તે વિદેશી હથીયાર છે.આ કામે બચાવપક્ષે એવી રજુઆત કરેલ કે, પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તમંચો તથા રીવોલ્વર કબ્જે કરેલ છે તેવો કેસ છે. હથીયાર એફ.એસ.એલમાં મોકલેલ છે. એફ.એસ.એલમાં હથીયાર બદલાઈ ગયેલ છે. જેમાં ચેકચાક થયેલ છે પંચોએ સમર્થન આપેલ નથી, એફ.એસ.એલ દવારા જે હથીયાર નુ વર્ણન જણાવેલ છે તે બંને અલગ અલગ છે .જેથી આરોપીની છોડી મુકવા રજુઆત કરેલી.ઉપરોકત દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં લઈ અધીક સીવીલ જજ જે.વી. પરમાર આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ ફરમાવેલો છે.ઉપરોકત કામમાં આરોપી ખોડાભાઈ ધનાભાઈ જોગરાણા વતી એડવોકેટ પિયુષ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા, હપીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ રોકાયેલા હતા.