Rajkot,તા.07
શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુનેગારો સામે કડક હાથે કામગીરીના ભાગ રૂપે પોલીસ દ્વારા બે શખ્સો વિરુદ્ધ પાસાનું શાસ્ત્ર ઉગામી અલગ અલગ જેલમાં ધકેલીયા છે. બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ નરોડામાં રહેતો અને માલવીયા નગર અને આજીડેમ પોલીસ મથકમાં મારા મારીના ગુનામાં ચોપડે ચડી ચૂકેલો ચંદ્રકાંત ઉર્ફે સોનુ જયંતીલાલ પરમાર વિરુદ્ધ પાસેની દરખાસ્ત પોલીસ કમિશનરને મોકલતા, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા એ મંજૂરીની મહોર મારી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેની થોરાળા પીઆઇ જે.આર દેસાઈ, પીસીબી પીઆઇ એમ આર ગોંડલિયા, પીએસઆઇ ડી એસ ગજેરા સહિતના સ્ટાફે ચંદ્રકાંત ઉર્ફે સોનુનીઅટકાયત કરી ભાવનગર જેલ હવાલે કર્યો હતો. જ્યારે લોહાનગર મફતીયા પરામાં રહેતો અને હાલમાં નાણાવટી ચોક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો અને અગાઉ ભક્તિનગર પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના બે ગુનામાં અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો સન્ની શંકરભાઈ વરગોડીયા વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરી હતી. જેને પોલીસ કમિશનરે મંજૂર કરતા, ભક્તિનગર પીઆઇ એમ એમ સરવૈયા, પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, પીએસઆઇ એમ એન વસવા સહિતના સ્ટાફ વોરંટની બજવણી કરી સની વર્ગોડિયનીઅટકાયત કરી ભાવનગર જેલ હવાલે કર્યો છે.