એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.690 અને ચાંદીના વાયદામાં રૂ.3,644નો કડાકોઃ ક્રૂડ તેલ રૂ.83 ઘટ્યું
કોટન–ખાંડી વાયદો રૂ.220 નરમઃ મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.22,106 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 81,542 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.9.18 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે સાંજે 5-30 વાગ્યે રૂ.1,03,656.77 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.22,106.01 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 81541.58 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,082ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,082 અને નીચામાં રૂ.69,565ના મથાળે અથડાઈ, રૂ.690 ઘટી રૂ.69,565ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.727 ઘટી રૂ.55,620 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.90 ઘટી રૂ.6,811ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.582 ઘટી રૂ.68,799ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.83,205ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.83,405 અને નીચામાં રૂ.78,622ના મથાળે અથડાઈ, રૂ.3,644 ઘટી રૂ.78,849ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3,598 ઘટી રૂ.78,972 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3,567 ઘટી રૂ.78,990 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.795.50ના ભાવે ખૂલી, રૂ.28.05 ઘટી રૂ.767.05 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.95 ઘટી રૂ.208.60 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.35 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.7.85 ઘટી રૂ.244ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.2.40 ઘટી રૂ.209.45 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.4.55 ઘટી રૂ.181.70 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.7.75 ઘટી રૂ.243.70 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,177ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,197 અને નીચામાં રૂ.6,025ના મથાળે અથડાઈ, રૂ.83 ઘટી રૂ.6,063 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.88 ઘટી રૂ.6,064 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.162ના ભાવે ખૂલી, રૂ.4.30 ઘટી રૂ.160.60 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 4.1 ઘટી 160.9 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,510ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,520 અને નીચામાં રૂ.56,310ના મથાળે અથડાઈ, રૂ.220 ઘટી રૂ.56,310ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 વધી રૂ.1,002 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.7,391.16 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.9,774.57 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,266.09 કરોડનાં 37,060 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.784.06 કરોડનાં 54,926 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.196.64 કરોડનાં 3,366 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.48.54 કરોડનાં 882 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,933.75 કરોડનાં 9,841 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.622.24 કરોડનાં 9,277 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.63 કરોડનાં 6 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.16.53 કરોડનાં 454 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.9.18 કરોડનાં 105 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 122 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,650 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,725 અને નીચામાં 17,180 બોલાઈ, 545 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 291 પોઈન્ટ ઘટી 17,227 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 81541.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,100 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.224.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.224.50 અને નીચામાં રૂ.147ના મથાળે અથડાઈ, રૂ.9.40 ઘટી રૂ.175 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.180 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.15 ખૂલી, ઉપરમાં રૂ.4.80 અને નીચામાં રૂ.4 રહી, અંતે રૂ.1.05 ઘટી રૂ.4.15 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.348.50 અને નીચામાં રૂ.200ના મથાળે અથડાઈ, રૂ.54.50 વધી રૂ.254 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.860.50 ખૂલી, ઊપરમાં રૂ.1,147.50 અને નીચામાં રૂ.710 રહી, અંતે રૂ.14 ઘટી રૂ.735 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.85,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,500ના ભાવે ખૂલી, રૂ.429.50 ઘટી રૂ.877.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.82,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.2,296ના ભાવે ખૂલી, રૂ.966.50 ઘટી રૂ.1,342.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.1.85 ઘટી રૂ.77.50 નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.170 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.7.15 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6,100 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.124.30ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.221.10 અને નીચામાં રૂ.110.80ના મથાળે અથડાઈ, રૂ.76.20 વધી રૂ.203.90 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.160 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.90 ખૂલી, ઉપરમાં રૂ.10.90 અને નીચામાં રૂ.8.70 રહી, અંતે રૂ.1.90 વધી રૂ.10.70 થયો હતો.
સોનું સપ્ટેમ્બર રૂ.68,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.470.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,100 અને નીચામાં રૂ.470.50ના મથાળે અથડાઈ, રૂ.485 વધી રૂ.1,100 થયો હતો, જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.69,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.500 ખૂલી, ઊપરમાં રૂ.1,399 અને નીચામાં રૂ.476 રહી, અંતે રૂ.749 વધી રૂ.1,369 થયો હતો.
ચાંદી ઓગસ્ટ રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.750ના ભાવે ખૂલી, રૂ.2,070.50 વધી રૂ.3,215 થયો હતો, જ્યારે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.80,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.780.50ના ભાવે ખૂલી, રૂ.2,174 વધી રૂ.3,108 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.79.95 વધી રૂ.264 થયો હતો.