તેઓએ સંસદમાં જણાવ્યું હતું કે રશિયા દ્વારા શ્રીલંકાના લોકોને બળજબરીથી ભરતી કરવામાં આવ્યા ન હતા
Sri Lanka તા.૮
શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે સંસદમાં આ માહિતી આપી છે. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધમાં રશિયા વતી લડનારા ૫૫૪ શ્રીલંકન સૈનિકોમાંથી ઓછામાં ઓછા ૫૯ માર્યા ગયા છે. તે બધાને રશિયન લશ્કરી સેવા માટે ભરતી કરવામાં આવ્યા હતા.રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ૫૯ શ્રીલંકાના નાગરિકો મૃત્યુ પામ્યા છે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે શુક્રવારે સંસદમાં આ માહિતી આપી. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધમાં રશિયા વતી લડનારા ૫૫૪ શ્રીલંકન સૈનિકોમાંથી ઓછામાં ઓછા ૫૯ માર્યા ગયા છે. તે બધાને રશિયન લશ્કરી સેવા માટે ભરતી કરવામાં આવ્યા હતા.શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે જણાવ્યું હતું કે આ વર્ષે ૨૦ જાન્યુઆરી સુધી મળેલી માહિતી અનુસાર, રશિયન લશ્કરી સેવા માટે ૫૫૪ લોકોની ભરતી કરવામાં આવી હતી. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે રશિયા દ્વારા શ્રીલંકાના લોકોને બળજબરીથી ભરતી કરવામાં આવ્યા ન હતા.

