Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    • Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ
    • Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા
    • Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર
    • NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી
    • Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમેરિકાથી વધુ ૪૮૭ ભારતીયોને ટૂંકમાં ડીપોર્ટ કરાશે:External Affairs Ministry
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાથી વધુ ૪૮૭ ભારતીયોને ટૂંકમાં ડીપોર્ટ કરાશે:External Affairs Ministry

    Vikram RavalBy Vikram RavalFebruary 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમેરિકાએ આપેલી ૨૯૮ ભારતીયની વિગતોની ચકાસણી થઈ રહી છે : એજન્ટ્‌સના નેટવર્ક્સ વિરુદ્ધ નક્કર કાર્યવાહીની જરૂર

    America, તા.૮

    અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં ગેરકાયદે વસાહતીઓને દેશમાંથી કાઢી મુકવાનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે ૧૦૪ ભારતીયોને અપમાનજનક રીતે અમૃતસર મોકલવાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે અમેરિકા ટૂંક સમયમાં વધુ ૪૮૭ ભારતીયોને ડીપોર્ટ કરશે. આ સાથે મંત્રાલયે કબૂલ્યું હતું કે, ૧૦૪ ભારતીયો સાથે કરાયેલું અપમાનજનક વર્તન ટાળી શકાયું હોત. આ મુદ્દે અમેરિકા સાથે વાત કરવામાં આવશે.કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, અમેરિકન અધિકારીઓએ માહિતી આપી છે કે તેમના દેશમાં ગેરકાયદે રહેતા ૪૮૭ ભારતીયોની તેમણે ઓળખ કરી છે, જેમાંથી ૨૯૮ લોકોની વિગતો ભારતને આપવામાં આવી છે. તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલાશે. વધુમાં ૧૦૪ ભારતીયોને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને ભારત લાવવાનો મુદ્દો અમે અમેરિકન તંત્ર સમક્ષ ઉઠાવ્યો હતો અને તેમને જણાવાયું હતું કે ગેરકાયદે ભારતીય પ્રવાસીઓ સાથે આ પ્રકારનું વર્તન ટાળી શકાયું હોત. અમેરિકન તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે. ગેરકાયદે ભારતીય વસાહતીઓને સ્વદેશ રવાના કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, વિદેશ મંત્રી જયશંકરને અમેરિકન અધિકારીઓએ આપેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની જાણ કરાઈ છે. વિદેશ મંત્રીએ કહ્યું છે કે આ પ્રક્રિયા લાંબા સમયથી ચાલી રહી છે. જોકે, તેમણે ગેરકાયદે વસાહતીઓ સાથે અપમાનજનક વર્તનના મુદ્દાને ગંભીર બાબત ગણાવી હતી. ભારતે આ મુદ્દો અમેરિકન અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે.વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, અમેરિકન તંત્રે અમને ૪૮૭ ભારતીયોને કાઢી મૂકવાના આદેશની જાણ કરી છે. અમે અમેરિકન તંત્રને સ્પષ્ટ કરી દીધું છે કે સ્વદેશ પરત મોકલવામાં આવનારા ભારતીયો સાથે કોઈપણ પ્રકારના અપમાનજનક વર્તનને સાંખી નહીં લેવાય. કોઈપણ પ્રકારના અપમાનજનક વર્તનની અમને માહિતી મળશે તો તુરંત ઉચ્ચ સ્તર પર આ મુદ્દો ઉઠાવાશે. મિસરીએ આશ્વાસન આપ્યું હતું કે, અમેરિકા જે ગેરકાયદે ભારતીયોને ભારત પાછા મોકલી રહ્યું છે તેઓ સુરક્ષિત અને સન્માનજનક રીતે સ્વદેશ પાછા ફરે તે માટે કેન્દ્ર સરકાર સતત ટ્રમ્પ તંત્રના સંપર્કમાં રહેશે. વિક્રમ મિસરીએ ઉમેર્યું હતું કે, પોતાના દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને કાઢી મૂકવાની પ્રક્રિયા નવી નથી. આ મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે ગુરુવારે સંસદમાં ચર્ચા કરી હતી. વિદેશ સચિવ મિસરીએ ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતી ગેંગ્સ અને નેટવર્ક્સ વિરુદ્ધ નક્કર કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આપણે સમગ્ર સિસ્ટમમાં હયાત ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતી ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂર છે.

    External Affairs Ministry
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો

    July 8, 2026
    રાષ્ટ્રીય

    રક્ષાબંધન પર દિલ્હીમાં ’Women’s prosperity scheme’ શરૂ કરવામાં આવશે,મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે

    July 8, 2026
    અન્ય રાજ્યો

    Badrinath-Kedarnath મંદિર સમિતિના કર્મચારીને સસ્પેન્ડ, પ્રસાદ ચોરીના કેસમાં મોટી કાર્યવાહી

    July 8, 2026
    રાષ્ટ્રીય

    શું જૂના વાહનોનું માઇલેજ ઘટે કે ભાગોને નુકસાન થાય તો ગ્રાહકોને વળતર મળશે , Arvind Kejriwal

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026

    Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા

    July 8, 2026

    Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.