ઓફિસમાં સુતેલા કર્મચારીને ધોકા અને હથોડી વડે માર માર્યો
સીસીટીવી કેમેરામાં બૂકાનીધારી ત્રણ શખ્સો કેદ, તાલુકા પોલીસ મથક દ્વારા તપાસ નો ધમધમાટ
Rajkot,તા.08
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થા થી હત્યા મારામારી ચોરી અને લૂંટ જેવા બનાવો નો ગ્રાફ સેન્સેક્સ ની જેમ ઉછળી રહ્યો છે ત્યારે વાવડી ગામ 80 ફુટ રોડ ની તપન હાઈટસ સામે વાવડી ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપ ખાતે બે દિવસ પૂર્વે મોડી રાત્રે દુકાની ધારી ત્રણ અજાણ્યા શખ્સોએ ફિલર મેને ધોકા વડે માર મારી રૂપિયા 13000 ની લૂંટ ચલાવી નાસી ગયા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોને ઝડપી લેવા દોડધામ આદરી છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરના ભાગોળે આવેલા પુનિત નગર પાણીના ટાંકા સામે વાવડી ગામ શેરી નંબર છમાં રહેતા મયુર ધ્વજ સિંહ ઉર્ફે મિતરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા નામના વેપારી યુવાનના વાવડી ગામે 80 ફુટ રોડ તપન હાઈટ સામે વાવડી ફ્યુલ્સ નામના પેટ્રોલ પંપ ના ફીડરમેન વિષ્ણુ જીતેન્દ્રગિરી ગોસ્વામીને ધોકા અને હથોડી વડે માર મારી ઈજા પહોંચાડી રૂપિયા 13000 ની અજાણ્યા ત્રણ બૂકાની ધારી શખ્સો એ લૂંટ ચલાવ્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મયુરધ્વજસિંહ જાડેજા ના બહેન મીરલબા અને હિતેશભાઈ ખીમાણીયા ની ભાગીદારીમાં છેલ્લા એક વર્ષથી પંપ ચલાવે છે. ગત તારીખ 5 ફેબ્રુઆરીના રાત્રે ત્રણ કલાકે હું સૂતો હતો ત્યારે પેટ્રોલ પંપના ફિલમેન વિષ્ણુ ગોસ્વામી નો ફોન આવ્યો કે બકાની ધારી ત્રણ શખ્સોએ વિષ્ણુ ગોસ્વામી ઓફિસમાં સૂતો હતો ત્યારે બે જ બોલના ધોકા વડે માર મારી ટેબલના ખાનામાં હિસાબના રાખેલા વેપારના રૂપિયા 13000 લઈ અને જતા રહેલા હતા બાદ સો નંબર પર ફોન કરી પોલીસને બોલાવી હતી અને ફિલરમેન વિષ્ણુ ગોસ્વામીને લોહી લુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસ મથકના સ્ટાફના થતા દોડી આવી સીસીટીવી ફૂટેજ માં ત્રણ શખ્સો દેખાતા જેના આધારે તેનું પગેરું દબાવ્યું છે.